Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૦૦ શ્રી શ્રાદ્ધ-સ્પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ -
બહુમાન, (૪) ઉપધાન, (૫) અનિદ્ભવતા, (૬) વ્યંજન, (૭) અર્થ અને (૮) તદુભય.” તેનો ભાવાર્થ એ છે કે જો જ્ઞાનોપાસના કરવી હોય તો પ્રતિદિન “નિયત કાલે’–‘નિયત સમયે' શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ. જે આવા કોઈ પ્રકારના નિયમમાં નથી, તે વ્યવસ્થિત રીતે જ્ઞાન-પ્રાપ્તિ કરી શકતો નથી. બીજું જ્ઞાનોપાસના કરવા ઇચ્છનારે જ્ઞાન આપનાર ગુરુનો યથાર્થ “વિનય કરવો જોઈએ અને તેનું હૃદયથી બહુમાન કરવું જોઈએ. જો એ પ્રકારના નિયમનું દઢતાથી પાલન કરવામાં ન આવે, તો કયા ગુરુ એવા અવિનીત શિષ્યને જ્ઞાન આપે ? અર્થાત એ સંયોગોમાં જ્ઞાન-ગંગાનો પ્રવાહ અટકી જાય ને તેથી મુમુક્ષુને-જ્ઞાનપ્રાપ્તિનો લાભ થઈ શકે નહિ. ઉપર્યુક્ત નિયમો સાથે એ પણ જરૂરનું છે કે શાસ્ત્રોનો મર્મ યથાર્થ રીતે સમજવા માટે બુદ્ધિની જડતા દૂર કરવી, અને તે માટે ઉપવાસ, આયંબિલ આદિ વિધિપુર:સરનાં “તપોનું અનુષ્ઠાન કરવું. “તપ” અને “જ્ઞાન'ને ઘનિષ્ઠ સંબંધ છે. કોઈ પણ કમનું બળ તોડવા માટે “તપ” ઉત્તમ શસ્ત્ર છે. એટલે જ્ઞાનાવરણીય કર્મને ખપાવવા માટે તેનું વિધાન ઉચિત છે. વળી આ નિયમો સાથે એક એ પણ યાદ રાખવા જેવું છે કે સિદ્ધાંતોનો અભ્યાસ પૂરેપૂરી નમ્રતા અને સબુદ્ધિથી કરવો, પણ બુદ્ધિ-મદ કે દુરાગ્રહને વશ થઈ સિદ્ધાંતોનું ‘નિકૂવન” કરવું નહિ, અપાલાપ કરવો નહિ. ગુરુને ઓળવવા એ પણ તેટલું જ ખરાબ કૃત્ય હોઈ, તેમનું સાચું નામ છુપાવવાની વૃત્તિ કદી પણ રાખવી નહિ. આ પાંચ નિયમોની સાથે ત્રણ નિયમો જ્ઞાનનો સાક્ષાત્ વિનય કરવા અંગેના છે. તે એ રીતે કે પ્રથમ તો સૂત્રનો પાઠ શુદ્ધ બોલવો. એટલે કે તેમાં કાનો, માત્રા, મીંડું આઘાપાછાં કરવાં નહિ, વર્ણવ્યત્યય કરવો નહિ, તેમ જ ઉચ્ચાર બરાબર શુદ્ધ કરવો, ગમે તેવા ગોટા વાળવા, હ્રસ્વને બદલે દીર્ઘ કે દીર્થને બદલે હ્રસ્વ બોલવો અથવા બંનેની જગાએ હુત ઉચ્ચારો કરવા અને શબ્દો જે પદ-રચના, પદચ્છેદ કે પદયોજના પ્રમાણે બોલવા જોઈએ, તે પ્રમાણે ન બોલતાં ઉતાવળ, અધીરાઈ કે કંટાળાની વૃત્તિ બતાવવી તે જ્ઞાનનો અવિનય છે, જ્ઞાનનું અપમાન છે. સૂત્રના ઉચ્ચારી શુદ્ધ કરવા, તેની સાથે તેના અર્થો પણ શુદ્ધ જ કરવા ઘટે. એટલે કે પૂર્વાપરનો સંબંધ વિચારી વિષયને અનુરૂપ તથા પ્રણાલિકાને છાજે તે રીતે તેના અર્થો કરવા જોઈએ. વળી આ અર્થો સૂત્રોના ઉચ્ચારણની સાથે જ વિચારવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org