Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
જોઈએ, એટલે કે તદ્ઉભયનો મેળ બરાબર સાધવો જોઈએ. ઉચ્ચાર શુદ્ધ હોય પણ અર્થ બરાબર ન હોય, અથવા અર્થ બરાબર હોય પણ ઉચ્ચાર શુદ્ધ ન હોય, તો તે ચાલે નહિ. તે જ રીતે શું બોલાય છે તેનો અર્થ પણ તે જ વખતે વિચારવો જોઈએ.
ધર્મના બંધારણની દૃષ્ટિએ જોઈએ તો શાસ્ત્રનો વ્યંજનભેદ કરવો, અર્થભેદ કરવો કે તદુભય-ભેદ કરવો તે મહાપાતક છે, કારણ કે તેથી જ્ઞાનનો પવિત્ર માર્ગ વિરાધાય છે. જ્ઞાન પ્રત્યેની સન્માન-વૃત્તિ ટકાવી રાખવા માટે તેનાં ઉપકરણો-સાધનો પ્રત્યે પણ વિનય રાખવો-એ પણ જ્ઞાનની આરાધનાનું અંગ છે.
“જ્ઞાનાચાર'ના આટલા ભેદો વર્ણવ્યા પછી બીજો ‘દર્શનાચાર” લેવામાં આવ્યો છે. તેના પણ આઠ વિભાગો બતાવ્યા છે : જેમ કે-”(૧) નિઃશંકતા, (૨) નિષ્કાંક્ષતા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢદષ્ટિતા, (૫) ઉપબૃહણા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના.” તેનો ભાવાર્થ એ છે કે-શ્રદ્ધા ટકાવી રાખવી હોય, તો વારંવાર અને જે તે પ્રકારની શંકાઓ કરવી નહિ, અન્ય સિદ્ધાંતોની કે અન્ય દર્શનની અભિલાષા કરવી નહિ, ફલ સંબંધી વારંવાર વિચાર કરીને બુદ્ધિને ડહોળી નાખવી નહિ અર્થાત સ્થિર રાખવી. અન્યના ચમત્કારો કે બાહ્ય દેખાવો યા ભપકો જોઈને ચલિત થઈ જવું નહિ, સમાનધર્મીના ગુણની પ્રશંસા તથા પુષ્ટિ કરવી; તેમને ધર્મ-માર્ગમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો અને તેના યોગ-ક્ષેમ માટે વાત્સલ્યભાવ દર્શાવવો. આ ઉપરાંત ધર્મના સિદ્ધાંતો પ્રત્યે જનતાનું વલણ થાય, ધર્મની યોગ્યતા જનતાના મનમાં વસે અને તે માર્ગે ચાલવાનો પ્રયત્ન કરે, તે માટે શાસન-પ્રભાવનાનાં કાર્યો કરવાં.
“ચારિત્રાચાર'ના ભેદો પણ આઠ છે. તે આ રીતે : મનની એકાગ્રતાપૂર્વક ઈર્યા આદિ પાંચ સમિતિઓ તથા મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓનું યથાર્થ પાલન. આ વિધાન જો કે નિગ્રંથો અથવા સાધુઓનાં પૂરતું છે, તો પણ સાધુધર્મ એ શ્રાવકોનો આદર્શ હોવાથી તેને અનુસરતું યથાશક્તિ પાલન તેઓએ પણ કરવાનું છે. તે એ કે તેનાથી ચાલવું, યતનાથી બોલવું, યતનાથી ભોજનાદિ કરવાં, યતનાથી વસ્તુઓ લેવી-મૂકવી અને મળ, મૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org