Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ તથા કચરો ગમે તેમ ન ફેંકતાં યતનાપૂર્વક યોગ્ય સ્થળે જ પરઠવવો.
તપાચાર'ના મુખ્ય ભેદો બે છે : “બાહ્ય અને આત્યંતર'. તે દરેકના પણ છ છ ભેદો છે, એટલે તપને કુલ બાર પ્રકારમાં વિભક્ત કરવામાં આવ્યું છે. આ દરેક ભેદ સારી રીતે સમજવા જેવો છે. એમાં ઉપવાસ, એકાશન આદિ વડે યથાશક્તિ આહાર-ત્યાગ કરી શકાય છે; ઊનોદરતા, વૃત્તિસંક્ષેપ અને રસ-ત્યાગ વડે રસના (જિલ્લા) વગેરે ઇંદ્રિયો પર કાબૂ મેળવી શકાય છે; વીરાસનાદિ આસન વડે અપ્રમત્ત બની શકાય છે તથા નિર્દોષ સ્થાનમાં રહીને ઇંદ્રિય અને કષાયના જય ઉપરાંત મનની વૃત્તિઓનો તથા વાણીનો નિરોધ પણ કરી શકાય છે. એટલે તપના આ બાહ્ય પ્રકારમાં આરોગ્ય, અધ્યાત્મ અને ધર્મના સિદ્ધાંતોનો યોગ્ય સમન્વય સાધવામાં આવ્યો છે. એ જ રીતે આભ્યતર તપ'માં પ્રાયશ્ચિતનું વિધાન છે, એટલે દોષની શુદ્ધિ બતાવી છે, વિનયનું વિધાન છે. એટલે નમ્રતા અને ભક્તિનો સ્વીકાર કરવામાં આવ્યો છે, વૈયાવૃજ્યનું વિધાન છે, એટલે નિઃસ્વાર્થ ભાવે કરાયેલી સેવા શુશ્રુષાને સન્માનવામાં આવી છે; સ્વાધ્યાયનું વિધાન છે, એટલે જ્ઞાનના અભ્યાસનું મહત્ત્વ પ્રકાશવામાં આવ્યું છે; ધ્યાનનું વિધાન છે, એટલે યોગમાર્ગને અપનાવવામાં આવ્યો છે અને વ્યુત્સર્ગના વિધાનથી સર્વ પ્રકારના ત્યાગને-તેમાં પણ કાયા ઉપરના મમત્વભાવના ત્યાગને અત્યંત મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભાવ-શુદ્ધિ માટે આ સાધનાની ઉપયુક્તતા વિદિત છે.
કાયા અને મનની શુદ્ધિ કરવા માટે અને તે દ્વારા આત્મવિકાસનાં અજવાળાં જોવા માટે અહીં ભિન્ન ભિન્ન તપ-પ્રણાલિકાઓનો જે સમન્વય કરવામાં આવ્યો છે, તે ખરેખર ઘણો જ સુંદર છે અને નિર્ચથ-નાયકોની વિશ્વ(સમગ્ર)દષ્ટિનો અચૂક પુરાવો છે.
હવે રહ્યો “વીચાર.” તેની શરત એક જ છે કે અંતરમાં ભરેલી અમિત શક્તિને પ્રગટ કરવા માટે પ્રાપ્ત શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવો અને તે ઉપર બતાવેલાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના માટે છતી શક્તિએ કાંઈ ન કરવું એ વીર પુરુષનું લક્ષણ નથી. એક લડવૈયો રણક્ષેત્રમાં જે અદાથી લડે છે તેના કરતાં સહસ્ર-ગણી વીરતાથી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org