Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નાણમિ દંસણમ્પિ સૂત્ર૦૪૭
તેથી વીર્યાચારનું પાલન એ મોક્ષમાર્ગમાં અતિ અગત્યનું મનાયેલ છે.
(૫) અર્થ-સંકલના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય(પુરુષકારોની બાબતમાં જે આચરણ કરવું તે “આચાર' કહેવાય છે. આ આચાર પાંચ પ્રકારનો છે : “(૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર અને (૫) વીર્યાચાર.”૧.
જ્ઞાનાચારના આઠ પ્રકાર છે : “(૧) કાળ, (૨) વિનય, (૩) બહુમાન, (૪) ઉપધાન, (પ) અનિહનવતા, (૬) વ્યંજન, (૭) અર્થ અને (૮) તદુભય.” ૨.
| દર્શનાચારના આઠ પ્રકાર છે : “(૧) નિઃશંકતા, (૨) નિષ્કાંક્ષતા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢદૃષ્ટિતા, (૫) ઉપબૃહણા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના.” ૩.
ચારિત્રાચાર આઠ પ્રકારનો જાણવો. તે આ રીતે : “ચિત્તની સમાધિપૂર્વક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન.” ૪.
જિનેશ્વરોએ કહેલું “બાહ્ય અને આત્યંતર તપ બાર પ્રકારનું છે. તે જ્યારે ગ્લાનિ-રહિત અને આજીવિકાના હેતુ વિના થતું હોય, ત્યારે તેને તપ-આચાર' જાણવો. ૫.
(૧) અનશન, (૨) ઊનોદરતા, (૩) વૃત્તિ-સંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાય-ક્લેશ અને (૬) સંલીનતા” એ “બાહ્ય તપ” છે. ૬.
“(૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ” એ “આત્યંતર તપ છે.” ૭.
ઉપર કહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આચારોને ગ્રહણ કરવામાં જે બાહ્ય અને આત્યંતર સામર્થ્યથી પરાક્રમ કરે છે અને ગ્રહણ કર્યા પછી તેના પાલનમાં પોતાના આત્માને યથાશક્તિ જોડે છે-જોડી રાખે છે, તે [આચારવાનનો આચાર] “વર્યાચાર' જાણવો. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org