Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
વિનય, (૨) દર્શન-વિનય, (૩) ચારિત્ર-વિનય (૪) તપ-વિનય અને (૫) ઉપચાર-વિનય.” “ઉપચાર' એટલે આચાર્યાદિ પાસેથી શિક્ષા ગ્રહણ કરવા અંગેનો વિનય, તેના ભેદો બીજી અનેક રીતે પણ પાડેલા છે.
વિનયની મહત્તા જણાવતાં વાચક શ્રીઉમાસ્વાતિજીએ કહ્યું છે કે“વિનય-નં શુકૂષા, ગુરુશુકૂષા-નં શ્રુતજ્ઞાનમ્ | ज्ञानस्य फलं विरतिविरति-फलं *चाश्रव-निरोधः ॥७२॥ संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः, क्रियानिवृत्तेरयोगित्वम् ॥७३।। योगनिरोधाद् भवसन्तति-क्षयः सन्ततिक्षयान्मोक्षः । તસ્માત્ ત્યાખાનાં, સર્વેષાં માગ વિનયઃ II૭૪ો”
(પ્રશમરતિ-પ્રકરણ) વિનયનું ફળ ગુરુ-શુશ્રુષા છે. ગુરુ-શુક્રૂષાનું ફળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ છે અને વિરતિનું ફળ આસ્રવ-નિરોધ છે. આગ્નવનિરોધ એટલે સંવર, તેનું ફળ તપોબલ છે અને તપોબલનું ફળ નિર્જરા કહેલી છે. તેનાથી ક્રિયા-નિવૃત્તિ થાય છે અને ક્રિયા-નિવૃત્તિથી અયોગિપણું પ્રાપ્ત થાય છે. અયોગિપણું એટલે યોગ-નિરોધ તેથી ભવ-સંતતિ-ભવપરંપરાનો ક્ષય થાય છે. અને ભવ-પરંપરાનો ક્ષય થતાં મોક્ષ મળે છે. એ રીતે સર્વ કલ્યાણોનું ભાજન “વિનય' છે. “વિનય' એ બીજા પ્રકારનું “આત્યંતર તપ” છે.”
વેચાવશ્વ-વૈયાવૃત્ય, સેવા.
દશ પ્રકારના વૈયાવૃત્ય માટે જુઓ સૂત્ર ૨૫મું. “વૈયાવૃજ્ય' એ ત્રીજા પ્રકારનું “આત્યંતર તપ” છે.
સટ્ટા સ્વાધ્યાય.
X અહીં દત્ય શું વાળા પ્રયોગો મળે છે ખરા પણ પ્રાયઃ ઓછા હોય છે. પરંતુ
યોગશાસ્ત્રમાં આશ્રવ ભાવનાના અધિકારમાં તાલવ્ય શ નો જ પ્રયોગ મળે છે. માટે અહીં તાલવ્ય શ નો પ્રયોગ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org