________________
પરંપરા પ્રમાણે ચાલ્યા આવતા પન, પાન, અર્થની આમ્નાય, ભક્તિ, કમ વિગેરેને નષ્ટ કરી, જુઠી ઐતિહાસિક ગવેષણાઓને નામે પ્રસ્તાવનાઓ અને લેખો મારફત આગમો ઉપરથી ઉચ્છરતી ભાવિ પ્રજાની શ્રદ્ધા ચલિત કરી અશ્રદ્ધા ઉત્પન્ન કરનાર છે—તેઓને મદદ આપવા ખર્ચાય છે. આ એક કેવી વિચિત્ર ખુબી ગોઠવાયેલી છે?
ખરી રીતે મુનિ મહાત્માઓને દુનિયા અને સકળ શાસ્ત્રોનું સાંગોપાંગ જ્ઞાન મળે, તેવી ગોઠવણ શ્રી સંઘે કરવી જોઇએ.
આનો અર્થ એ નથી કે, “શ્રાવકોને ધાર્મિક જ્ઞાન વિનાના બુડથલ રાખવા” પરંતુ મુનિમહાત્માઓ સમર્થ હશે, તો તેઓના જ્ઞાનનો પ્રવાહ અવશ્ય શ્રાવકોને મળશે. અને યોગ્ય માર્ગે દોરવણી પણ મળશે, કુવામાં હશે તો હવાડામાં આવશે. જોકે જરૂર પૂરતું શ્રાવકોને માટે ખર્ચવામાં પણ વાંધો નથી, તે પણ ઇષ્ટ છે. પરંપરાની આમ્નાય અનુસાર ધર્મ પ્રભાવના કરે તેવા અમુક સંખ્યામાં શ્રાવકો વિદ્વાનો થાય, તેની સામે કોને વાંધો હોય?
પરંતુ, અમુક રકમમાંથી અમુક સંખ્યામાં શ્રાવક બાળકો અમુક હદ સુધીનું મધ્યમ જ્ઞાન મેળવી શકે. કેમકે-બધી સંખ્યા ઉચ્ચ જ્ઞાન તો ન જ મેળવી
શકે.
ત્યારે તેટલી જ રકમમાં થોડી સંખ્યા ઉંડા જ્ઞાનના ખજાના સુધી પહોંચી શકે. શાસનને જરૂર પડે, ત્યારે બધાય મધ્યમ જ્ઞાનવાળા ખરે વખતે મદદ ન આપી શકે, પરંતુ એકાદ બે વિશિષ્ટ વ્યક્તિ હોય, તો જ તે ખરે વખતે સંઘને માર્ગદર્શક થઈ શકે છે. શિક્તનો નિત્ત નર તારાજા “એક ચંદ્ર અંધકારનો નાશ કરી શકે છે, પરંતુ સેંકડો તારાઓ પણ અંધકારનો નાશ કરી શકતા નથી. માટે જ વિશિષ્ટ વ્યક્તિઓ ઉત્પન્ન કરવી જોઈએ.
પરમાત્મા મહાવીરદેવ એકજ થયા, પરંતુ શું તે વખતે બીજા સેંકડો વિદ્વાનો નહીં હોય? હશે જ. પરંતુ અજ્ઞાન અંધકારનો જેટલી પ્રબળતાથી તેમણે નાશ કર્યો, તેટલો કોણ કરી શક્યું?
સારાંશ કે-આપણા શ્રી સંઘની પૂર્વાપરથી આ જ નીતિ ચાલી આવે છે, કે આપણી પાસે જેટલા સાધનો હોય, તેટલાથી પ્રખર મુનિ મહાત્માઓ ઉત્પન્ન કરવા, અને તેમ કરતાં સાધનો વધે તો મધ્યમ, ને જધન્ય ઉત્પન્ન કરવા. અને તેથી વધે તો પછી શ્રાવકો માટે ઉપયોગ કરવાને હરકત નથી. પરંતુ
૩૫