________________
૪૮
પ્રશ્ન: વંદિત્તુ સૂત્રમાં શ્રાવિકા નિભ્રં પરવાનામા-વિડ્યો આ પાઠ કહે, કે પરપુત-ામળ-વિઓ આ પાઠ બોલે?
—
ઉત્તર :— શ્રાવક શ્રાવિકાઓને વંદિત્તુસૂત્રનો પાઠ તો સરખોજ જણાય છે, કેમકે-તેની ટીકામાં બતાવ્યું છે કે-સ્ત્રીને પરપુરુષ વવો, તે ઉપલક્ષણથી જાણવું. ॥ ૨-૧૭૧ ॥
પ્રશ્ન: “કાળગ્રહણ વિગેરે વિધિ પૂર્વક ઉત્તરાધ્યયનસૂત્ર વિગેરે ગણવા જોઇએ,” ઇત્યાદિક વિધિ ન સચવાતી હોવાથી સાધુઓ ઓસન્ના ગણાય? કે નહિ ? એમ કોઈ પૂછે, તો શો ઉત્તર આપવો?
ઉત્તર :— “વસતિનું શોધન વિગેરે વિધિ સાચવીને ઉત્તરાધ્યયન વિગેરેનો પાઠ પણ થાય.” એમ સુવિહિત પુરુષોની આચરણા સામાચારીમાં જ બતાવી છે, તેથી સાધુઓ ઓસન્ના કેમ કહેવાય? એવો ઉત્તર આપવો. ॥ ૨-૧૭૨ ॥ પ્રશ્ન: અગીયારમી પરિમામાં શ્રાવક સામાયિકમાં નાવ નિયમ વા એવો પાઠ કે નાવડિમ થ એવો પાઠ ઉચ્ચરે ? તેમજ-પાંચમી વિગેરે પડિમા વખતે આઠમ વિગેરે તીથિમાં રાત્રિએ કાઉસ્સગ્ગ કરે છે, તેમ ૧૧મી પરિમામાં કાઉસ્સગ્ગ કરે ? કે નહીં?
ઉત્તર :— ૧૧મી પડિમામાં શ્રાવકે નાવ ક્રિમ એવો પાઠ સામાયિકમાં ઉચ્ચરવો, અને કાઉસ્સગ્ગ પણ કરવો જોઇએ. ॥ ૨-૧૭૩॥
પ્રશ્ન: આચાર્યોની, ઉપાધ્યાયોની, અધમ આચાર્યોની, સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓની જે સંખ્યા દુ:પસહસૂરિ સુધીની દીવાલીકલ્પ વિગેરેમાં કહી છે, તે કઈ વિવક્ષાએ કહી છે? કેમકે-“પાંચમા આરાના દિવસો થોડા છે, અને સંખ્યા મોટી કહી છે” એમ લોકો પૂછે છે, તેનો શો ઉત્તર આપવો?
ઉત્તર :— આ ભરતક્ષેત્રમાં પાંચમા આરાનો કાળ અલ્પ છે, છતાં ભૂમિ ઘણી છે, તેથી બહુ ક્ષેત્રમાં સાધુ વિગેરેનો સંભવ હોવાથી દીવાળીકલ્પ વિગેરેમાં કહેલી યુગપ્રધાન વિગેરેની સંખ્યાની પૂર્તિ ઘટે છે, પરંતુ તે પૂર્તિ આપણે જાણેલા સાધુ વિગેરેથી થાય નહિ, એમ જાણવું. ॥ ૨-૧૭૪॥