________________
નામની પૃથ્વી ૧૮00 યોજન જાડી છે, તેના મધ્યના ૧૭૮00 યોજન છે, તેમાં ૩૪000 વિગેરે ભવનો છે, તેમાં અસુરકુમાર વિગેરે દેવો વસે છે,” આ પ્રમાણે જ, બીજા નવ ભવનપતિના આલાવાનો
ઉત્તર અપાયો છે, તેથી તે બધાનાં ભવનોનું જુદાપણું કેવી રીતે છે? ઉત્તર:–ભવનપતિઓના નિયમિત સ્થાનના અક્ષરો અન્ય શાસ્ત્રોમાં દેખાતા
નથી, પન્નવણામાં તો સામાન્યથી કહ્યાં છે. ર-૨લ્પા પ્રશ્ન: ઠાગાંગ સૂત્રમાં “ચાર કારણોએ લોકમાં ઉદ્યોત થાય છે, તથા અંધકાર
થાય છે.” એમ કહેલ છે, તેમાં પ્રથમ અરિહંતનું નિવણ થાય ત્યારે લોકમાં અંધકાર થાય છે, તેવી રીતે બીજા ધર્મ, પૂર્વો અને અગ્નિના વિનાશથી થાય, આ ત્રણ કારણોથી જે અંધકાર થાય તે સરખો થાય
છે, કે કાંઈ તફાવતવાળો થાય છે? ઉત્તર:-લકાનુભાવથી જ અરિહંત મહારાજ વિગેરે ચારનો નાશ થયે છતે
જે દ્રવ્ય અંધકાર થાય, તે સરખો છે. પણ અગ્નિને છોડીને બાકીના અરિહંત, ધર્મ અને પૂર્વે આ ત્રણના ઉચ્છેદમાં ભાવ અંધકાર અધિક
થાય છે, એમ તફાવત ઠાણાંગ ટીકાથી જણાય છે. ર-૨૯૬ પ્રશ્ન: ઉપધાન વહન કરનારાઓમાંથી કેટલાકોએ વિધિ પૂર્વક પડિલેહણ કરી
કાજે લીધો, પછીથી કોઈક આવી પડિલેહણ કરે અને કાજો ન લીએ,
તો તેનો દિવસ પડે કે નહિ? ઉત્તર-બીજો ઉપધાનવાહી પછીથી પડિલેહણા કરે, ઉપધિ વિગેરેને પલેવે,
અને કાજાનો ઉદ્ધાર ન કરે, તો તેનો દિવસ વધે છે. ર-૨૯૭ પ્રઝ “દરેક કાલગ્રહણની પ્રથમ એક એક સક્ઝાય પઠવીને, કાલનું અનુષ્ઠાન
કરાય છે, તે વાર પછી પોરિસીનો કાલ પહોંચતો હોય, તો બાકીની સજ્જાયો અને કાલમાંડલા (પાટલી) કરાય છે, પણ કાલ ન પહોંચતો હોય, તો ચોથા પહોરની અંદર કરાય છે,” એમ સામાચારીમાં કહેલ છે, છતાં કેટલાક ગીતાર્થો સાધુઓને ભોજન કર્યા પહેલાં જ અનુષ્ઠાન કરાવી લે છે, અને તેઓ કહે છે કે “પરમગુર શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ તેમ કરાવતા હતા, તેથી અમો કરાવીએ છીએ.” તો અવશિષ્ટ
ક્ષિા ભોજન પહેલાં કરાવાય? કે પછી? ઉત્તર: બે કાલગ્રહણો આવ્યા હોય, તો એક કાલને પકિમ્યા પછી બાકી
રહેલ કાલ પ્રમાણે સક્ઝાય પઠાવીને, આહાર વિગેરે કરવું કહ્યું છે,