________________
૧૩૦
ઉત્તર:— તપ પૂરું થયે વાચના અપાય છે, પણ તે તપના દિવસમાંજ આપવી
-
એવો એકાંત જાણ્યો નથી. ૫૩-૪૫૯ના
પ્રશ્ન: મીઠામાં નાંખેલા કેરાં વિગેરેને તડકે મૂકી પછી તેલ વિગેરેમાં નાંખ્યા હોય તો સંધાન બોળ થાય કે નહિ?
-
ઉત્તર :— ક્ષારમાં નાખેલાં કેરાં વિગેરેને ત્રણ દિવસ તાપમાં સૂકવીને પછી તેલ વિગેરેમાં નાંખવામાં આવ્યા હોય, તો સંધાન એટલે બોળ ન થાય એમ પરમગુરુ શ્રી વિજ્યહીરસૂરીશ્વરજી મહારાજા પાસે સાંભળ્યું નથી અને ગ્રંથમાં આવા પ્રકારના અક્ષરો પણ દેખ્યા નથી. પણ ઉલટું સંભવે છે કે-ક્ષારમાં નાંખેલ કેરાં વિગેરેમાં રહેલું જલ ત્રણ દિવસ તડકે નાંખતાં જે સૂકાય નહિ, તો સંધાન થાય છે, એટલે-અભક્ષ્ય હોય છે. ૩-૪૬ના
પ્રશ્ન: પચ્છા ફરિયાવદ્યિાત્ આ પાઠ મુજબ શ્રાવકોને સામાયિક ઉચ્ચર્યા બાદ ઈરિયાવહી પડિક્કમવાનુ દેખાય છે. તેનો અર્થ જણાવવા પ્રસાદી કરશો. ઉત્તર:આનો તમામ વિસ્તાર આવશ્યક ચૂર્ણિમાં છે. બીજા ગ્રંથો તો તેને અનુસરીને છે. અને આવશ્યક ચૂર્ણિમાં પછી ઈરિયાવહી સામાયિક સંબંધી કહી નથી. કેમકે- બડ઼ ચેડ્યાદ્ અસ્થિ જે ચૈત્યો છે, ઈત્યાદિક પાઠ ત્યાં કહેલ છે, તેથી ચૈત્ય સંબંધી આ ઈરિયાવહિયા જણાય છે અને ઈરિયાવહિયા કરવા મુહપત્તિ પડિલેહવી વિગેરે તમામ બીજો વિધિ તો પરંપરાથી જણાય છે. તેથી ઈરિયાવહિયા કરીને જ સામાયિક ઉચ્ચરવું.
||૩-૪૬૧||
પ્રશ્ન: સરીરમુસ્સેહ અંગુલેણ તત્તિ. આ વચનથી એકાંતે કરી ઉત્સેધ અંગૂલે શરીરનું માપ કરાય ?
ઉત્તર :— ઉત્સેધ અંગુલે શરીરનું માપ કરવું કહ્યું છે, તો પણ તે વચન પ્રાયિક સંભવે છે, તેથી કોઈ પ્રકારનો વાંધો આવતો નથી; જે એકાંતે શરીરમાન ઉત્સેધ - અંગૂલે કરાતું હોય, તો પન્નવણા ઉપાંગ વિગેરેમાં કહેલ બાર યોજન શરીરવાળો આસાલિયો જીવ મહાવિદેહ વિગેરેના ચક્રવર્તીઓના સૈન્યનો વિનાશ કરનાર કેમ બની શકે ? અથવા “લાખ યોજનનું બનાવેલ વૈક્રિય શરીર કરી ચમરઈન્દ્રે એક પગ પદ્મવરવેદિકામાં મૂક્યો અને એક પગ સૌધર્મ સભામાં મૂક્યો” ઈત્યાદિક ભગવતીસૂત્રમાં કહેલ બાબત કેવી રીતે સંભવી શકે ? માટે તે વચન પ્રાયિક જાણવું. ॥ ૩-૪૬૨ ॥