________________
૨૩૪
ઉત્તર :— જેમ આસો માસની અસજ્ઝાયમાં ત્રણ દિવસ ઉપધાનમાં કામ આવતા નથી, તેમ ત્રણ ચોમાસીમાં તેમ નથી. ચોમાસીની અસજ્ઝાયમાં ઉપદેશમાલા વિગેરે ગ્રંથો ગણી શકાય છે. ॥ ૪-૯૦૦
પ્રશ્ન: પદસ્થ મુનિરાજ ન હોય, તો સ્થાપનાચાર્ય પાસે પ્રતિક્રમણ કરાય છે, તેમાં શામણા કેવી રીતે કરવા?
ઉત્તર :— સ્થાપનાચાર્ય પાસે કરવામાં આવતા પ્રતિક્રમણમાં પ્રથમ સ્થાપનાચાર્યને અલ્બુદ્ઘિઓ ખામવો. મોટા સાધુ હોય, તેઓને અનુક્રમે-બે, ચાર, અને છને અભ્રુટિઓ ખામવો. અને જે સાધુ ન હોય, તો શ્રાવકે ફ્ક્ત સ્થાપનાચાર્યને જ અભ્રુટ્ઠિઓ ખામવો. ॥ ૪-૯૦૧ ॥
પ્રશ્ન : યુગલિયાક્ષેત્રના તિર્યંચો કલ્પવૃક્ષનો આહાર કરે ? કે બીજો કરે? ઉત્તર :— ગાય વિગેરે કલ્પવૃક્ષનો આહાર કરે છે, તેમ બીજા ધાન્ય, ઘાસ વિગેરેનો પણ આહાર કરે છે, એમ સંભવે છે. ૪-૯૦૨ ॥
મુલતાનના શ્રીસંઘના પ્રશ્નોત્તરો
પ્રશ્ન: પક્ષી પ્રતિક્રમણમાં પરંપરાએ બધા અવક્ષે કરી શાંતિ કહે છે. વળી કેટલાક તો અન્ય દિવસમાં પણ કહે છે, તો તે કેવી રીતે છે?
4
–
ઉત્તર :— પક્ષી પ્રતિક્રમણમાં પરંપરાએ અવશ્ય શાંતિ કહેવાય છે. બીજા દિવસમાં કહેવા આશ્રયીને નિયમ જાણ્યો નથી. ॥ ૪-૯૦૩॥
પ્રશ્ન: કોઈક પારણે અતરપારણે એકાસણું કર્યા સિવાય સૂરે કળસે અમત્તદ્વં સૂરે ઉગે અભત્તકનું પચ્ચક્ખાણ કરે છે, ત્યારે રીતિ તો “પારણા અતરપારણામાં એકાસણું કરી ચોથભક્ત પચ્ચક્ખાણ કરવું જોઈએ” તેવી દેખાય છે, પણ છઠ્ઠ ભક્તમાં તેવી રીત દેખાતી નથી. તેથી પારણા અતરપારણામાં એકાસણું કર્યા સિવાય પણ છઠ્ઠભત્ત કરે છે, તેમાં શું કારણ છે?
ઉત્તર :— જ્યારે એકાસણું કરી ઉપવાસ કરે, ત્યારે ચોથભક્તનું પચ્ચક્ખાણ લે છે, તેવી અવિચ્છિન્ન પરંપરા દેખાય છે. છઠ્ઠ વિગેરે પચ્ચક્ખાણમાં તો પારણે અતરપારણે એકાશન કરે કે ન કરે તો પણ છઠ્ઠ ભક્ત-અમભક્ત પચ્ચક્ખાણ કરે છે, તેવી પણ અવિચ્છિન્ન પરંપરા દેખાય છે, તેમજ