________________
૨૪૨ શકે છે, નિષેધ જાણ્યો નથી. અને વૃદ્ધપરંપરાએ પ્રવૃત્તિ પણ દેખાય
છે..૪-૯૩૧. પ્રશ્ન: શુદ્ધ કાળવેળામાં નવકારશી પચ્ચકખાણ કર્યું હોય, ત્યાંથી બે ઘડી
ગણાય? કે સૂર્યોદયથી બે ઘડી ગણાય? તે સ્પષ્ટ પ્રતિપાદન કરશો. ઉત્તર:-શુદ્ધ કાળવેળામાં નવકારશીનું પચ્ચકખાણ કર્યું હોય, ત્યાંથી માંડી
બે ઘડી ગણાય છે. સિવારે દશ પડિલેહણા પૂર્ણ કરતાં સૂર્યોદય થવો જોઈએ, તેવી રીતે પહેલાં પ્રતિકમણની શરૂઆત કરી હોય, તેમાં છઠું આવશ્યક પચ્ચખાણ છે, તે વખતે પચ્ચકખાણ લેવાય, તે શુદ્ધકાળ વેળા કહેવાય, એમ જણાય છે, પણ પંચાશક વિગેરે ગ્રંથોમાં પણ સૂરે નમુદિ આ પાઠના વ્યાખ્યાન અનુસાર સૂર્યોદયથી બે ઘડીએ
નવકારશી પચ્ચકખાણ થાય છે.]i૪-૯૩૨II પ્રશ્ન: વૈતાઢ્ય પર્વત સમીપે ૭૨ બીલો કહ્યા છે, તે ક્યાં છે? ઉત્તર:–વૈતાઢયની નિશ્રાએ ગંગા, સિધુના ૭૨ બીલો છે, તે દક્ષિણ અર્ધ
ભારતમાં અને ઉત્તર અર્ધભારતમાં તેઓના બન્ને કિનારે નવ નવ બીલો છે..૪-૯૩૩
કામનગરના શ્રી સંઘના પ્રશ્નોત્તરો. પ્રશ્ન: સિંધવ, હરડે, દ્રાક્ષ અને પીપર વિગેરે લાભપુર (લાહોર)થી આવેલ
હોય, તે સચિત્ત છે? કે અચિત્ત છે? ઉત્તર:-સો યોજન ઉપરથી આવેલા સિંધવ વિગેરે પ્રાસુક થઈ જાય છે, બીજા
પ્રાસુક થતા નથી. ૪-૯૩૪ પ્રશ્ન: પારણે અને અતરપારણે એકાસણું કરીને છ8 કરે, તો તેને બે ચોથભક્ત
ક્ય ગણાય? કે નહિ? ઉત્તર:–તેને બે ચોથભક્ત ગણાતા નથી. ૪-૯૩૫ પ્રશ્ન: આઠમી પડિમાનું વહન કરી રહેલ હોય તે શ્રાવક બીજાને ભોજન
પીરસી શકે? કે નહિ? ઉત્તર-છકાય જીવની વિરાધના ન થાય, તેમ જો આઠમી પ્રતિમાવાળો
બીજાને ભોજન પીરસે, તો નિષેધ જામ્યો નથી. II૪-૯૩૬