________________
૨૫૫
પ્રશ્ન: ગણિવિજા પયત્રામાં નવા ક્ષેત્રો કહેલ છે, તે શી રીતે છે? ઉત્તર:-સાતક્ષેત્રો તો-પ્રતિમા, ચૈત્ય, જ્ઞાન અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, - આ પ્રસિદ્ધ છે. પ્રતિષ્ઠા અને તીર્થયાત્રા આ બે ક્ષેત્રો તેમાં ઉમેરવાથી
નવ ક્ષેત્રો થાય છે. ૪-૯૬૩ાા પ્રશ્ન: વ્યવહાર રાશિમાં આવેલો જીવ ફરીથી સૂક્ષ્મનિગોદમાં જાય? કે નહિ? ઉત્તર:-સૂક્ષ્મનિગોદમાં તે ફરીથી જઈ શકે છે, પરંતુ તે જીવ વ્યવહારી
જ ગણાય છે. ૪-૯૬૪ પ્ર: પોસાતી શ્રાવક સાધુઓને આહાર-પાણી વિગેરે આપી શકે? કે નહિ? ઉત્તર:-ઘરના મનુષ્યોને પૂછીને પોસહમાં રહેલ શ્રાવક સાધુઓને આહારાદિ આપી શકે છે, એવા અક્ષરો છે. ૪-૯૬પા
નવીનનગરના શ્રી સંઘના પ્રશ્નોત્તરો. પ્રશ્ન: જે જીવ અંતર્મુહૂર્ત કાલ પણ સમ્યકત્વને સ્પર્શે છે, તે અર્ધપગલ
પરાવર્તની સ્થિતિવાળો કહેવાય છે, અને કિયાવાદી એક પુદ્ગલ પરાવર્ત
સ્થિતિવાળો નિશ્ચયે શુક્લ પાક્ષિક સંભળાય છે, તે કેવી રીતે છે? ઉત્તર:–“સમકિતી અને મિશ્રાદષ્ટિ એ બન્નેય કિયાવાદી ભવ્ય અને શુક્લ
પાક્ષિક જાણવા, તે નક્કી એક પુદ્ગલ પરાવર્તમાં સિદ્ધિપદને પામે છે.” આ પ્રકારના અક્ષરો દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં છે. પણ સમકિતી અને મિશ્રાદષ્ટિનું [માં અનુગત થઈ શકે તેવું ક્રિયાપાદિત્વ રૂપ એક સામાન્ય લક્ષણ જાણવું. કેમકે-માલધારી હેમચંદ્રસૂરિકૃત પુષ્પમાલાની ટીકામાં સંતો મુત્તપિત્ત૦િ આ ગાથાના વ્યાખ્યાન મુજબ “પુગલ પરાવર્ત સંસાર બાકી રહે, ત્યારે શુક્લ પાક્ષિક કહેવાય.” એમ જણાય છે. વિશેષ સ્વરૂપ તેમના ગ્રંથોથી જાણી લેવું. શ્રાવક પ્રજ્ઞપ્તિ સૂત્ર ટીકામાં “સમકિતી અને મિશ્રાદષ્ટિને દેશઉણ અધપુગલ પરાવર્ત સંસાર બાકી રહે, ત્યારે શુફલ પાક્ષિક કહેવાય છે, અને જેને તેના કરતાં અધિક સંસાર હોય, તે કુપગ પાક્ષિક કહેવાય છે.” એમ કહેલ છે. પરંતુ
તે મતાન્તર સંભવે છે. ૪-૯૬૬ો. પ્રશ્ન: ૩૬૩ પાખંડીઓમાં ૧૦ ભેદો કિયાવાદીના છે, તે સમકિતીઓ હોય?
કે મિથ્યાષ્ટિઓ હોય?