________________
૨૬૭.
પ્રશ્ન: શાંબ અને પ્રદ્યુમ્નની સાથે આઠ કોડ મુનિઓ સિદ્ધિપદને પામ્યા
એમ શત્રુંજ્ય સ્તોત્રમાં કહ્યું છે, અને કેટલાક તો “સાડાત્રણ કોડ સિદ્ધિ વય” એમ કહે છે, માટે આ બાબત નિર્ણય કરવા પ્રસાદ
કરશો? ઉત્તર:– શત્રુંજય માહાત્મ અનુસાર “શાંબ પ્રદ્યુમ્ન સાથે સાડાત્રણ કોડ
સિદ્ધિપદ પામ્યા” એમ જણાય છે. ૪-૧૦૮ પ: સ્નાત્રની વિધિમાં “પંચવર્ણના ૮૦૬૪ કલશોએ પ્રભુનો અભિષેક કરે.”
એમ કહેલ છે, અને અંતર્ધામમાં ૧ કોડ અને ૬૦ લાખ કલશો
કહેલ છે, તે શી રીતે મળતું આવે? ઉત્તર:–અંતર્યામાં એક કોડ સાઠ લાખ ક્લશા કહ્યા છે, તે સંખ્યા સ્થાયી
રાખવાની સંભવે છે, તેમાંથી પાણી ભરીને સ્નાત્ર કરવાને માટે તો, કહેલા આઠ હજાર ચોસઠ કલશો છે, એમ સંભવે છે, તેથી બને
લખાણ પણ બંધ બેસતા છે. ૪-૧૦ાા પ્રશ્ન: વાસુદેવની માતા સાત અને બલદેવની માતા ચાર સ્વપ્નાં જુએ છે,
તેઓની નામ કયા કયા છે? ઉત્તર:- સિંહ-સૂર્ય-કુંભ-સમુદ્ર-લક્ષ્મી-રત્નરાશિ-અગ્નિ આ સાત વાસુદેવની માતા
દેખે છે, અને હાથી-પઘસરોવર-ચન્દ્ર અને વૃષભ આ ચાર સ્વપ્નો બલદેવની માતા દેખે છે, તે પરંપરાએ જાણવા. ૪-૧૦૧૦ના
ઉદેપુરના શ્રી સંઘના પ્રશ્નોત્તરો. પ્રશ્ન ચૌદ પૂર્વધરો જઘન્યથી લાંતક દેવલોક સુધી જાય છે, કાર્તિક શેઠનો
જીવ તો ચૌદપૂવ હતો, છતાં સૌધર્મ દેવલોકમાં ગયો તેનું શું કારણ? ઉત્તર:-કાર્તિક શેના જીવને પહેલા દેવલોક જવામાં પૂર્વોનું વિસ્મરણ થયું
હતું, તે હેતુ સંભવે છે. ૪-૧૦૧ના પ્રશ્ન: કોઈકે પ્રભાતે નવકારશી પચ્ચકખાણ લીધું હોય, અને બપોરની પડિલેહણ
વખતે તિવિહાર પચ્ચકખાણ લે, તો તે સાંજે કર્યું પચ્ચકખાણ લે? ઉત્તર:– એકાશન વિગેરે પચ્ચખાણવાળો અને પડિલેહણ વખતે તિવિહાર