________________
૨૬૯
રોગે કરી અથવા તપસ્યાએ કરી ગ્લાન થએલા અથવા ઉપધિરહિત થયેલા, તેવા વિષે, તેમજ અસ્વયંતેષુ-એટલે સ્વછંદે કરી ઉદ્યમી નહિં, પણ ગુરુઆજ્ઞાએ કરી વિચરનારા છે તેઓમાં, જે મેં અનુકંપા કરી હોય, એટલે અન્ન, પાન, વસ્ર વિગેરેનું દાન આપવાથી ભક્તિ કરી હોય, અહીં અનુકંપા શબ્દે કરી ભક્તિ લેવી. કેમકે- આીિ-અનુપાત્ ાછો અણુ પિઓ મહામાયો. આ વચનથી અનુકંપાનો અર્થ ભક્તિ થાય છે. કેવી રીતે ભક્તિ કરી હોય ? તો કહે છે કે રામેન-એટલે “આ મારા સગાવહાલા છે, કે મિત્ર છે,” વિગેરે પ્રકારના પ્રેમથી કરી હોય, પણ “મહા ગુણવાળા છે” તે બુદ્ધિથી નહિ. તેમજ લોભેળ-એટલે સાધુનિન્દાએ, જેમ કે-“આ સાધુઓ ધન-ધાન્ય વિનાના છે, જ્ઞાતિજનના ત્યાગવાળા છે, ક્ષુધાપીડિત છે, સર્વથા બીજી કોઈ ગતિ વિનાના છે, “માટે પોષવા જોઈએ” આ પ્રકારે નિન્દા પૂર્વક અનુકંપા, તે પણ નિન્દાજ છે. કેમકે અશુભ દીર્ઘઆયુષ્યનું કારણ બને છે, એમ આગમમાં છે. तहारूवं माहणं
वा
वा
समणं संजयविरय - पsिहय-पच्चक्खाय - पावकम्मं हीलित्ता निंदित्ता खिंसित्ता गरिहित्ता अवमन्नित्ता अमणुन्नेणं अपीइकारगेणं असण- पाण- खाइम - साइमेणं पडिलाभित्ता असुहदीहाउअत्ताए कम्मं વોલ્ફ– “તેવા પ્રકારના શ્રમણ અથવા માહણ જેણે પાપકર્મનું પચ્ચક્ખાણ કરેલ છે, તેથી સંયત, વિરત એવા સાધુને હીલના કરીને, નિંદા કરીને, ખીંસા કરીને, ગહ કરીને અને અપમાન કરીને, અમનોજ્ઞ, અપ્રીતિકારી, અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમે કરી પડિલાભીને જીવ અશુભ દીર્ઘાયુષ્યનું કર્મ બાંધે છે.”
તેથી નિન્દાપૂર્વક અનુકંપા તે નિન્દા છે, તેણે કરી ભક્તિ કરી
હોય.
અથવા- સુખી દુ:ખી પાસથ્યાદિકની ભક્તિ કરી હોય, કેવી રીતે ? તો કહે છે કે-“આ પાસસ્થા કાચું પાણી પીએ છે, સચિત્ત પુષ્પલ ખાય છે, અણેસણીય આહાર લે છે, આ જે દોષો તેનામાં છે, તે દેખવાથી ઈર્ષ્યાએ કરી,” અથવા અસંયત એટલે છ જીવનિકાયના વધ.કરનાર કુલિંગિઓમાં દ્વેષે કરી, જે મેં દાન દીધું હોય; તેને