________________
૨૬૬
યોજન વિસ્તારવાળો અને સર્વ દીપોમાં શિરોમણિ છે, તે લવાણ સમુદ્રમાં છે. પૃથ્વીના નાભિના ભાગમાં જેમ સુમેરુ પર્વત છે, તેમ તે દ્વિીપની વચ્ચોવચ્ચ ત્રિકૂટ નામનો પર્વત છે. જેમાં ઘણી&દ્ધિ છે, તે નવ યોજન ઊંચો, પચાસ યોજન વિસ્તારવાળો છે, તે પર્વતની ઉપર હમણાંજ મેં સોનાનો ગઢ, ઘરો અને તોરણોવાળી લંકા નામની નગરી કરાવી છે, તે નગરીથી છ યોજન ભૂમિ ઓલંધીને પ્રાચીનકાલની અને શુદ્ધ સ્ફટિકના કિલ્લાવાળી અને અનેક પ્રકારના રત્નમય ઘરોવાળી સવાસો યોજન પ્રમાણની મારી પાતાલલંકા નામની શ્રેષ્ઠ નગરી છે. જે અતિ દુર્ગમ છે. આ બે નગરીઓ ગ્રહણ કરીને હે! પુત્ર! તું તેનો રાજા થા. તીર્થકર દેવનું તું દર્શન કરી આવ્યો, તેનું ફ્લ આજે જ તને પ્રાપ્ત થાઓ.” આ પ્રકારે રાક્ષસપતિએ કહીને નવ માણેકોએ બનાવેલો મોટો હાર તેને આપ્યો, અને રાક્ષસવિદ્યા આપી, ભગવાનને નમસ્કાર કરી તે વખતે જ ઘનવાહન રાક્ષસક્રીપમાં આવીને લંકા અને પાતાલલંકાનો રાજા થયો. રાક્ષસદ્વીપના રાજ્યથી અને રાક્ષસી વિદ્યાથી ત્યારથી તેનો વંશ પણ રાક્ષસવંશ કહેવાયો.” આમ અજીતનાથ ચરિત્રમાં છે. તે મુજબ રાક્ષસદ્વીપ લવણ સમુદ્રમાં છે, અને તે પ્રમાણ અંગુલના માપવાળો છે, એમ જાણવું. ૪-૧૦૬
ડુંગરપુરના શ્રી સંઘના પ્રશ્નોત્તરો. પ્રશ્ન: સાંજે પ્રતિકમણમાં સામાયિક ઉચ્ચરીને તુરત ત્રણ નવકાર ગણી વંદન
પચ્ચકખાણની મુહપત્તિ પડિલેહવામાં આવે છે, તે ખમાસમણું દઈને પડિલેહાય? કે ખમાસમણ વિના પડિલેહાય? તેમજ શો આદેશ માંગીને
પડિલેહવી? ઉત્તર: સામાયિક ઉચ્ચરીને બેસણે સંદિસાવું વિગેરે ચાર ખમાસમણાં આપીને
ત્રણ નવકાર ગણીને ખમાસમણ આપવું, અને ઈચ્છાકારેણ સંદિસહ ભગવન મુહપત્તિ પડિલેહું? આવો આદેશ માંગી મુહપત્તિ પડિલેહવી,
પછી બે વાંદણાં દેવા, અને પચ્ચખાણ કરવું. ૪-૧0ા . પ્રશ્ન: શાંબ અને પ્રદ્યુમ્નની સાથે આઠ કોડ મુનિઓ સિદ્ધિપદને પામ્યા