Book Title: Sen Prashna
Author(s): Shubhvijay Gani, Rajshekharsuri
Publisher: Mulund S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 351
________________ ૨૬૪ કરવાની શક્તિ ન હોય, તો આયંબિલે થઈ શકે? કે નહિ ? ઉત્તરઃ— જો સર્વથા ઉપવાસની શક્તિ ન હોય, તો આયંબિલે પણ થઈ શકે છે. ૪-૧૦૦૩ ॥ પ્રશ્ન: બિઆસણું કરનારને ઉલટી થઈ હોય, તો બીજી વખત જમવું કલ્પે ? કે નહિ ? ઉત્તર :— બેસણું કરવા બેસવાના જ આસને ઉલટી થઈ હોય, અને મુખશુદ્ધિ કરી હોય, તો બીજી વખત જમવું કલ્પે છે, અન્યથા કલ્પતું નથી. ૫૪-૧૦૦૪ ॥ પ્રશ્ન: શ્રી વિહીરસૂરીશ્વર મહારાજાએ પ્રસાદિત કરેલ બાર બોલના પટ્ટમાં કયા બાર બોલો છે તે સ્પષ્ટ જણાવવા કૃપા કરશો. = ઉત્તર :— સંવત ૧૬૪૬ વર્ષે પોશ વદી ૧૩ શુક્વારે શ્રી પાટણનગરમાં સમસ્ત સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા યોગ્ય શ્રી વિજયહીરસૂરિજીએ લખાય છે-“શ્રી વિજયદાનસૂરિ પ્રસાદીકૃત સાત બોલના અર્થ આશ્રી વિસંવાદ ટાલવાનિ કાન્ટિં તે સાત બોલનું અર્થ વિવરીનિં લિખીઈ છીઈ, તથા બીજાપણિ કેટલાએક બોલ લિખિઈ છઈ, યથા પરપક્ષીનિં કુર્ણિ કિસ્સું કઠિન વચન ન કહિવું. ॥૧॥ તથા “પરપક્ષીકૃત ધર્મકાર્ય સર્વથા અનુમોદ યોગ્ય નહી” ઈમ કુર્ણિ ન કહેવું, જે માર્ટિ દાનરચપણું, દાખિણાપણું, દયાલુપણું, પ્રિયભાષીપણું, ઈત્યાદિક જે જે માર્ગાનુસારી ધર્મકાર્ય તે જિનશાસન થકી અનેરા સમસ્ત જીવ સમ્બન્ધિઆ શાસ્રનિ અનુસારિ અનુમોદવા યોગ્ય જણાઈ છઈ, તો જૈન પરપક્ષી સમ્બન્ધી માર્ગાનુસારી ધર્મકર્તવ્ય અનુમોદવા યોગ્ય હુઇ, એ વાતનું સ્યું કહિવું? રા તથા, ગચ્છનાયકનિં પૂછ્યા વિના કિસી શાસ્ર સમ્બન્ધિની નવી પ્રરૂપણા કુર્ણિ ન કરવી. Iા તથા દિગમ્બર સમ્બધિઆ ચૈત્ય ૧ વલ શ્રાદ્ધ પ્રતિષ્ઠિત ચૈત્ય ૨ દ્રવ્ય લિગીનિં દ્રવ્યઈ નિષ્પન્ન ચૈત્ય ૩ એ ત્રિણ ચૈત્ય વિના બીજાં સઘલાંઈ ચૈત્ય વાંદવા પૂજવા યોગ્ય જાણવા. એ વાતની શંકા ન કરવી. ॥૪॥ તથા સ્વપક્ષીના ઘરનીં વિષŪ પૂર્વોત ત્રિણની અવન્દેનીક પ્રતિમા

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366