Book Title: Sen Prashna
Author(s): Shubhvijay Gani, Rajshekharsuri
Publisher: Mulund S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 349
________________ આચાર્ય હોય, તે ગ્રહણ કરાય છે, પણ બીજી નહિ, તેમજ મીઠું અગિએ પકાવેલું હોય, તે જ આચાર્ગ છે. તેમજ અમદાવાદથી ઉરસેન નગર વિગેરેમાં ગયેલી વસ્તુઓ પ્રાસુક થઈ શકે છે, પરંતુ અનાચીર્ણ છે. ૪-૯૯૨ા પાલીના શ્રી સંઘના પ્રશ્નોત્તરો પ્રશ્ન: પડિયાધર શ્રાવકે આણેલો આહાર સાધુઓ ગ્રહણ કરી શકે? કે નહિ? ઉત્તર:-પડિમાધર શ્રાવક પોતાને માટે લાવેલો આહાર જો સાધુઓને વહોરાવે, તો લેવો કલ્પે છે. ૪-૯૯૩ પ્રશ્ન: શ્રાવકો નવકારમંત્ર અનાનુપૂર્વીએ ગણી શકે? કે નહિ? ઉત્તર:-શ્રાવકોને આનુપૂર્વી અને અનાનુપૂર્વીએ નવકાર ગણવાનો અધિકાર શાસ્ત્ર અનુસાર જણાય છે. I૪-૯૪ માલપુરના શ્રી સંઘના પ્રશ્નોત્તરો ya: પુંજણીએ કરી વાયરો નાંખવામાં લાભ છે? કે અલાભ? ઉત્તર:–મુખ્ય વૃત્તિએ પુંજણીએ કરી વાયરો નાંખવો જાણ્યો નથી, પરંતુ ગુર્નાદિકને માંખીયો ઉડાડવા વાયરો નાંખવામાં લાભ છે, પણ તોટો નથી. કેમકે ગુરુ ઉપર બેસતી માખીઓ ઉડાડવામાં ગુરુભક્તિ જ છે. ૪-૯૯૫ પ્રશ્ન: “રાત્રિમાં તમામ અન્ન-પાણીમાં તરૂપ સૂક્ષ્મ જીવો ઉપજે છે, અને - પ્રભાતે નાશ પામે છે,” તે વાત સત્ય છે? કે અસત્ય? ઉત્તર:- “સમગ્ર અન્નપાણીમાં રાત્રિએ સૂક્ષ્મ જીવો ઉપજે, અને સવારે નાશ પામી જાય.” આ વાત શાસ્ત્રમાં કોઈ પણ ઠેકાણે લખેલી જાણવામાં નથી. ૪-૯૯૬ ઊગીયારના શ્રી સંઘના પ્રશ્નોત્તરો પ્રશ્ન: વડાકલ્પને દિવસે પોસહ કરવામાં લાભ છે? કે પૂજા કરવામાં? ઉત્તર:–મુખ્ય વૃત્તિએ પોસહ કરવામાં મહાન લાભ છે. પરંતુ કારણે વિશેષ હોય, તો જેવો અવસર હોય તે પ્રમાણે કરવામાં લાભ જ છે. કેમકે જૈનશાસનમાં એકાન્તવાદ નથી. ૪-૯૯૭

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366