________________
૨૬૦
પચ્ચકખાણ કરાવવું” એવા અક્ષરો છે. અને ઉપવાસમાં વાંદણાંનો અધિકાર નથી. પણ મુહપતિ તો પડિલેહવી જોઈએ. કેમકે તે વિના પચ્ચકખાણ શુદ્ધ થતું નથી.” એમ સામાચારી છે. તેમજ ઉપધાનમાં પણ તે
પ્રમાણે જ કરાવાય છે. ૪૯૮પા પ્રશ્ન: પ્રતિકમણમાં દેવ વાંદીને ભગવાન હું વિગેરે ચાર ખમાસણા દેવાય છે,
તે યિાસંબદ્ધ છે? કે નહિ? તેમજ પાટના આચાર્યનું જુદું ખમાસમણું
દેવું? કે નહિ? ઉત્તર:-તે ચારે ખમાસમણાં ક્લિાસંબદ્ધ છે. તેમાં સર્વે તીર્થકરો પણ વંદાઈ
જાય છે, પણ જેઓ વિશેષથી ગુરુને તથા પટ્ટાચાર્યને વાંદ છે, તે
ઉચિત સાચવવા માટે છે. ૪-૯૮૬ પ્રશ્ન: પહેલે દિવસે ચોવિહાર ઉપવાસ કરી બીજા દિવસે ભાવના થતાં પહેલા
દિવસનો ઉપવાસ ભેળવી, છ8 અઠ્ઠમ વિગેરે પચ્ચકખાણ કરી શકે?
કે નહિ? ઉત્તર-પહેલે દિવસે એક ઉપવાસ કર્યો હોય તેમ બીજે દિવસે એક ઉપવાસનું
પચ્ચકખાણ લઈ શકે, પણ છઠ્ઠનું પચ્ચકખાણ લઈ શકે નહિ, જો બીજે દિવસે છઠ્ઠ વિગેરે પચ્ચકખાણ લે, તો આગળ તરત ત્રીજો ઉપવાસ વિગેરે કરવાં પડે, આવી સામાચારી છે. ૪૯૮ડા
બિભીતકના શ્રી સંઘના પ્રશ્નોત્તરો પ્રશ્ન: કેવળી સમુદ્યાત કર્યા પછી કેટલા વખત સુધી સંસારમાં રહે? ઉત્તર:-“સમુદ્ધાત કર્યા પછી કેવલી અંતર્મુહૂર્ત સંસારમાં રહે છે, અને
પીઠ, ફલક વિગેરેને પાછા આપી; શેલેશીકરણની શરૂઆત કરે છે.” આવા અક્ષરો વિશેષાવશ્યક સૂત્રમાં છે. વળી તેમાં “છ માસ રહે" તેમ કોઈક કહેતા હોય, તેને દૂષિત ઠરાવ્યું છે. તેથી અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે, તે વખતે જ કેવળી સમુદ્દઘાત કરવાની શરૂઆત કરે છે. બીજા નહિ, એમ જાણવું. ૪-૯૮૮ : ભવનપતિ દેવોનાં ભવનો કયાં છે.? ઉત્તરઃ-૨નખભાના ઉપર નીચેના એક એક હજાર યોજન છોડીને વચગાળામાં
સવ ઠેકાણે ભવનો છે, એમ જણાય છે. કેમકે-અનુયોગ હાર સૂત્રની