________________
૨૫૯
નથી. અને સારા માર્ગ પકડેલ હોવાથી સદા ઉઘાડે માથે રહે છે, એ ભાવ છે. એમ વૃદ્ધ પુરષોએ આ પદની વ્યાખ્યા કરી છે. અને બીજાઓ તો કહે છે કે “જેઓએ ઉદારતાથી ભિક્ષુકને પેસવાને માટે બારણાં બંધ કર્યા નથી” આવો અર્થ ભગવતી સૂત્ર પાંચમા ઉદેશાની
ટીકામાં કહેલ છે. ૪-૯૮૦ પ્રશ્ન: કોઈક પરપલી પ્રાર્થના કરે, કે “ઉપદેશમાલા ગ્રંથની ગાથામાં જોઈ
આપો તો” તો તેને માટે ઉપદેશમાલાની ગાથા જોવામાં દૂષણ લાગે?
કે નહિ? ઉત્તર:-જો તે પરપક્ષી સરલ સ્વભાવે પ્રાર્થના કરે, તો તેને માટે ઉપદેશ
માલાની ગાથા જેવામાં સર્વથા દૂષણ લાગે, તેમ જાણવામાં નથી. n૪-૯૮૧ પ્રશ્ન: પરપક્ષીઓને પ્રતિમા, સ્થાપનાચાર્ય વિગેરે પ્રતિયા કરીને આપી શકાય?
કે નહિ? ઉત્તર:–ો તેનાથી તેની આશાતના ન થાય, તો પ્રતિષ્ઠા કરીને અર્પણ
કરવામાં કોઈ પણ હરકત નથી. ૪-૯૮૨ા પ્રશ્ન: શ્રાવકે અણસણ કર્યું હોય, તેને તિવિહારનું પચ્ચખાણ કરાવીને રાત્રિમાં
ઉષ્ણ પાણી પાવાથી અણસણને દૂષણ લાગે? કે નહિ? ઉત્તર:–તેવા કારણે અણસણ દૂષિત થાય નહીં. ૪૯૮૩
ભિન્નમાલના શ્રીસંઘના પ્રશ્નોત્તરો પ્રશ્ન: ખીલેલું પુષ્પ અને તેના નાળમાં તથા દાંડામાં જીવો સંખ્યાત હોય?
કે અસંખ્ય હોય? ઉત્તર:–“કેટલાંક ફલોમાં સંખ્યાત જીવો હોય, અને કેટલાકમાં અસંખ્ય હોય,
અને કેટલાકમાં અનન્ત પણ જીવો હોય” એમ પન્નવણા સૂત્ર વિગેરેમાં કહેલ છે. પણ જાઈનાં પુષ્પોમાં તો સંખ્યાત જ કહ્યા છે. ૪-૯૮૪ : સામાયિક, પોસહ, વિગેરેમાં ઉપવાસ કર્યો હોય, તો સાંજની પડિલેહણમાં મુહપતિ પડિલેહી પચ્ચખાણ કરાવાય છે, અને એકાસણું વિગેરે કર્યું
હોય, તો વાંદણાં દેવડાવીને પચ્ચકખાણ કરાવાય છે. તેનું શું કારણ? ઉત્તર:–સામાચારી વિગેરે ગ્રંથોમાં “ભોજન કર્યું હોય, તો વાંદણાં દેવડાવી