________________
૨૫૭
પછી લેવાય, અને સાંજે પણ ભૂલી ગયા હોય તો બીજે દિવસે પણાની ક્રિયા કર્યા પહેલાં લઈ શકાય છે, અને તે દિવસ આવતી-આગલી
વાચનામાં ગણાય છે. I૪-૯૭૨ . પ્રશ્ન: સર્વ તીર્થકરોની માતાઓ ક૫ત્રમાં કહેલા કમ પ્રમાણે ચૌદ સ્વપ્ના
જુએ? કે અનાનુપૂર્વીએ એટલે બીનકમે પણ દેખે? ઉત્તર-પ્રાયે કરી જિનેશ્વરની માતાઓ કલ્પસૂત્ર કથિત કમ પ્રમાણે દેખે
છે, અને કેટલાક તીર્થકરની માતાઓ એક સ્વપ્નને બીન અમે પણ દેખે છે. જેમ અલભદેવની માતાએ પહેલો બળદ દેખ્યો. અને વીર ભગવાનની માતાએ પ્રથમ સિંહ દેખ્યો હતો, એમ જાણવું. ૪-૯૭૩
સાચોરના શ્રી સંઘના પ્રશ્નોત્તરો પww આલોયણામાં આવેલ સ્વાધ્યાય, ઈરિયાવહિયા પડિક્કમીને કરવો સૂઝે?
કે નહિ? ઉત્તર:–આલોયણનો સ્વાધ્યાય ઈરિયાવહિયા કરીને કરવો સુઝે છે” એમ
શાસ્ત્રમાં અક્ષરો છે. કદાચિત ઈરિયાવહિયા ભૂલી જવાય તો પણ વિધિ
પૂર્વક કરવાનો ઉદ્યમ કરવો. ૪-૯૭૪ પ્રશ્ન: બાર વ્રતધારી શ્રાવક ચૌદ નિયમો દરરોજ યાદ કરીને લે? કે નહિ?
અને સંક્ષેપે? કે નહિ? ઉત્તર:-બાર વ્રતધારી શ્રાવક ચૌદ નિયમો દરરોજ સંભારે, અને સંક્ષેપે.
જે સ્મરણ ન રહેતું હોય, તો પણ સ્મરણ રહે, તેમ ઉદ્યમ કરવો
જોઈએ. ૪-૯૭૫ પ્રશ્ન: આચાર્ય ઉપાધ્યાય અને પંન્યાસોના પગલા દેરાસરમાં પધરાવેલા હોય
છે, તેની જિનપૂજા માટેના ચંદન, કેસર અને લો વિગેરેથી પૂજા
કરી શકાય? કે નહિ? ઉત્તર:- મુખ્ય વિધિએ ઉપાધ્યાય અને પંન્યાસોના પગલા કરવાની રીત પરંપરાએ
જાણેલ નથી, પણ સ્વર્ગવાસી થયેલ આચાર્યના પગલા કરવાની રીત છે. તેથી જિનપજ માટે લાવેલ ચંદન વિગેરેથી તેમના પગલાની પૂજા થાય નહિ. કેમકે-તે દેવદ્રવ્ય છે. અને જે ચંદન વિગેરે સાધારણ દ્રવ્યનું
સિન પ્રશ્ન-૩૩]