________________
૨૫૮
હોય, તો તેનાથી પ્રભુપ્રતિમાની પૂજા કર્યા પછી પગલાની પૂજા કરવી જોઈએ. પરંતુ પહેલાં પગલાની અને પછી પ્રભુપ્રતિમાની, તે દ્રવ્યથી પૂજા કરવામાં આવે, તો પ્રભુની આશાતના થાય છે. માટે તેમન કરવું. ॥ ૪-૯૭૬ ॥
પ્રશ્ન: વસ્તુપાલ, તેજપાલ પહેલાં દશા સાંભળ્યા હતા, પણ જુના પ્રબંધને આશ્રયીને પં. પદ્મસાગર ગણિએ વીશા કહેલા છે, તે કેવી રીતે છે?
ઉત્તર :— તેના પિતા આસરાજે સંધવી આભુની વિધવા પુત્રી કુમારદેવી સાથે “તેણીની કુક્ષિમાં પુત્રરત્નની ઉત્પત્તિ થશે” એમ હેમપ્રભસૂરીશ્વરના વચનથી જાણી, સંબંધ કર્યો, પછીથી ચાર પુત્રો અને સાત પુત્રીઓ થઈ, એમ વસ્તુપાલ, તેજપાલ પ્રબંધ ગ્રંથમાં લખ્યું છે, તેમજ પરંપરાએ પણ આ પ્રમાણે જ કહેવાય છે. તેમજ પં. પદ્મસાગર ગણિએ બનાવેલ પ્રબંધમાં પણ આસરાજને વીસો પોરવાડ કહેલ નથી, પરંતુ સામાન્યથી પોરવાડ કહેલ છે, વળી પહેલાં તે વીસો પોરવાડ હતો, તેથી વીસો પોરવાડ કહેવાય તે પણ યુક્ત છે. ૪-૯૭૭॥
પ્રશ્ન: આઠમી અને નવમી શ્રાવક પડિમામાં આરંભનો ત્યાગ અને દશમી પડિમામાં સાવઘ આહારનું વર્ઝન કરાય ? કે નહિ?
ઉત્તર :— આઠમી પડિમામાં આઠ માસ સુધી પોતાના શરીરથી આરંભનો ત્યાગ કરવામાં આવે છે, અને નવમી પડિમામાં નવ માસ સુધી પરની પાસે પણ આરંભ કરાવાતો નથી, અને દશમી પડિમામાં તો પોતાના માટે બનેલ આહાર, પાણી વિગેરેનો પણ ત્યાગ કરવામાં આવે છે, પરને માટે બનેલ આહાર પાણી વિગેરે ગ્રહણ કરાય છે. ૫૪-૯૭૮ ॥
પ્રશ્ન: પ્રમત્ત ગુણઠાણે રહેલ સાધુઓને માં વિષયલાયા આ ગાથામાં બતાવેલ પાંચ પ્રકારનો પ્રમાદ કેવી રીતે સંભવે ?
ઉત્તર :— પ્રમત્ત ગુણઠાણે રહેલ સાધુઓને પાંચ પ્રકારનો પ્રમાદ, મદિરા સા અભક્ષ્ય હોવાથી કલ્પે નહિ, તેથી સંભવ મુજબ હોય છે. ૪-૯૭૯ ॥ પ્રશ્ન: અવળુઅલુવારે આ પદનો અર્થ જણાવવા કૃપા કરશોજી.
ઉત્તર :— અવળુઅલુવારે “માડો વિગેરેથી બારણા બંધ કર્યા વિનાના શ્રાવકો હોય છે.” કેમકે-સમકિતની પ્રાપ્તિ થઈ હોવાથી કોઈપણ પાખંડીથી બીતા