________________
૨૫૬
ઉત્તર :— ૧૮૦ ભેદવાળા ક્રિયાવાદીઓ મિથ્યાદષ્ટિઓ હોય, એમ જાણવું. ॥ ૪-૯૬૭॥ પ્રશ્ન: કેવળ દૂધની રાંધેલી ક્ષીર બીજે દિવસે સાધુઓને વહોરવી કલ્પે ? કે નહિ ?
ઉત્તર :— કેવળ દૂધથી બનાવેલી ક્ષીર અને બીજી પણ ક્ષીર વાસી થયેલ હોય, તે સાધુઓને પરંપરાપ્રમાણથી લેવી લ્યે નહિ, અને કરંબો તો નવી છાશ વિગેરેના સંસ્કારને લાયક હોવાથી કલ્પે છે. ૫૪-૯૬૮॥
સીસાંગના શ્રીસંઘનો પ્રશ્નોત્તર.
પ્રશ્ન: મીઠું ભક્ષ્ય ? કે અભક્ષ્ય છે?
ઉત્તર:— ૨૨ અભક્ષ્યના નામોમાં સાક્ષાત્ મીઠાનું નામ દેખાતું નથી, તેથી સર્વથા “અભક્ષ્ય છે” એમ કહી શકાય નહિ. પરંતુ “જેઓ વિવેકી છે, તેઓ ભોજન અવસરે પ્રાસુક મીઠું એટલે બલવન વાપરે છે, પણ સચિત્ત મીઠું વાપરતા નથી.” આવા અક્ષરો શાસ્ત્રમાં છે. ૫૪-૯૬૯૫
મહેમદાવાદના શ્રી સંઘના પ્રશ્નોત્તરો.
પ્રશ્ન: કેરીના ગોટલાના રસ મિશ્રિત છાશ અને સાકર ખાંડ વિગેરે મીઠા રસ મિશ્રિત છાશ અથવા ઉષ્ણ અને ઠંડું પાણી અથવા વરસાદનું અને કુવાનું પાણી એક દ્રવ્ય ગણાય ? કે જુદા જુદા દ્રવ્ય ગણાય?
ઉત્તર :— ખાટી, મધુરી છાશ વિગેરે એક દ્રવ્ય ગણાય છે. ૪-૯૭૦
પ્રશ્ન: પ્રભાતે ઉપવાસ કરી સાંજે રાત્રિપોસહ કરે, તથા આયંબિલ કરી રાત્રિ દિવસનો પોસહ કરે, તે ઉપધાનની આલોયણમાં ગણી શકાય ? કે નહિ ?
ઉત્તર :— ઉપવાસ કરીને પ્રભાતે જ જેણે દિવસ રાત્રિનો સંપૂર્ણ પોસહ કર્યો હોય, તે ઉપધાનની આલોયણમાં ગણી શકાય છે. બીજે પોસહ ગણી શકાતો નથી. ૫૪-૯૭૧ ॥
ભ્રમઃ
: ઉપધાનની વાચના સવારે લેવાની ભૂલી ગયા હોય, તો સાંજે ક્રિયા કર્યા પછી લેવાય? કે બીજે દિવસે લેવાય? જે બીજે દિવસે લેવાય, તો તે દિવસ કઇ વાચનામાં ગણાય ?
ઉત્તર :— પ્રભાતે વાચના લેવાનું ભૂલી ગયા હોય, તો સાંજે ક્રિયા કરી રહ્યા