________________
૨૬૩
પ્રશ્ન: વચ્છરીના દિવસે સોપારી સહિત નાણાની પ્રભાવના અપાય ? કે
નહિ ?
ઉત્તર :~ સંવચ્છરી દિને સોપારી સહિત કે રહિત પ્રભાવના આપી શકાય છે, પછી તો જે ગામમાં જે રીતે હોય, તે મુજબ વર્તવું. I૪-૯૯૮॥ મેદિનીબંગના શ્રી સંઘના પ્રશ્નોત્તરો.
પ્રશ્ન: પક્ષીમાં ૧૨ લોગસ્સ, ચોમાસીમાં ૨૦ અને સંવચ્છરી પ્રતિક્રમણમાં ૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરાય છે, તેનું શું કારણ?
ઉત્તર:
—પક્ષી વિગેરેમાં જે કાઉસ્સગ્ગ કરાય છે, તે પ્રતિક્રમણ કરનારાઓને જે અતિચારની શુદ્ધિ થઈ ન હોય, તે અતિચારની શુદ્ધિ માટે કરાય છે, અને દરરોજના પ્રતિક્રમણમાં કાઉસ્સગ્ગની સંખ્યાના નિયમમાં તો આજ્ઞા પ્રમાણ છે. ૫૪-૯૯૯॥
પ્રશ્ન: વીરભગવાન સહિત હીરસૂરીશ્વર મહારાજની પ્રતિમા પાસે જે દેવવંદન કરાય, તે વાસક્ષેપ કરીને કરાય ? કે એમને એમ કરાય ?
ઉત્તર :— ગુરુપ્રતિમા પાસે દેવ વાંદવા કલ્પે નહિ, અને જો તીર્થંકરની પ્રતિમા પટ્ટ વિગેરેમાં આલેખેલી હોય, તો વાસક્ષેપ નાંખીનેજ તેની પાસે દેવ વાંદવા સૂઝે છે. ૪-૧૦૦૦ ॥
પ્રશ્ન: ત્રણે ચોમાસીની અઠ્ઠાઈઓ ક્યાંથી બેસે છે?
-
ઉત્તર :— સાતમથી બેસે છે, પરંતુ પૂનમનો દિવસ તો પતિથિ હોવાથી પળાય 9.118-900911
અર્સ: વીસ સ્થાનક તપ, અષ્ટકર્મ સૂદનતપ, અને આયંબિલ વર્ધમાન તપમાં અસાયના ત્રણ દિવસ ગણાય ? કે નહિ ?
ઉત્તર :~ વીસસ્થાનક તપ અને કર્મસૂદન તપમાં અસાયના ત્રણ દિવસ એટલે ચૈત્ર આસો માસ સંબંધી ૭-૮-૯ ગણતરીમાં આવે નહિ. આયંબિલ વર્ધમાન તપમાં તે ત્રણ દિવસ ગણતરીમાં આવે છે, એમ પરંપરા છે. ૫૪-૧૦૦૨॥
પ્રશ્ન: આણંદવિમલસૂરીશ્વર મહારાજાએ કરેલ આઠ કર્મનો તપ જે ઉપવાસથી