________________
૨૪૧
રાજાપુરના શ્રીસંઘનો પ્રશ્નોત્તર.
પ્રશ્ન: ચૈત્રમાસ વિગેરેની છ અઠ્ઠાઈઓ દશેય ક્ષેત્રોમાં શાશ્વત હોય? કે નહિ? અને તેમાં દેવો મહોચ્છવ કરે ? કે નહિ ?
ઉત્તર :—ચૈત્રમાસ વિગેરેની છ અઠ્ઠાઈઓ શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથો અનુસાર દશેય ક્ષેત્રોમાં શાશ્વતી જણાય છે. તેમાં નંદીશ્વરદ્વીપ વિગેરેમાં જઈ વૈમાનિક વિગેરે દેવો તીર્થયાત્રાદિક મહોચ્છવ કરતા સંભવે છે. ૪-૯૨૮ ॥
આગરાના શ્રીસંઘના પ્રશ્નોત્તરો
પ્રશ્ન: ખસખસના ડોડામાં ઘણા દાણાઓ છે, તેથી તે બહુબીજમાં ગણાય ? કે નહિ ?
ઉત્તર :— ખસખસનો ડોડો બહુબીજ કહેવાય છે, કેમકે-એક ડોડામાં બહુકણો હોય છે.॥૪-૯૨૯॥ પ્રશ્ન
-: નવકારશીનું પચ્ચક્ખાણ કર્યું, કોઈ કામ આવી પડવાથી અવસરે પાળી શકાયું નહિ, પછી ઠેઠ સાંજે પાર્યું, પરંતુ તેટલા કાળ સુધી તે શ્રાવક ઉપયોગવાળો રહ્યો છે, તેને નવકારશી પચ્ચક્ખાણના ફળ કરતાં અધિક ફળ મળે ? કે નહિ ?
ઉત્તર :— નવકારશી પચ્ચક્ખાણનું જધન્યકાળમાન બે ઘડીનું કહેલ છે, તે પચ્ચક્ખાણ લેતી વખતે મુઠ્ઠસી પચ્ચક્ખાણ પણ સાથે લીધેલું હોય છે કે, “જ્યારે મુઠ્ઠી વાળી નવકાર ગણું ત્યારે પચ્ચક્ખાણ પૂર્ણ થાય” તેથી બે ઘડી પછી તેટલા કાળ સુધી ઉપયોગવાળો રહે છે, અને નવકાર ગણી પારે નહિ, ત્યાં સુધીની વેળા પચ્ચક્ખાણમાં ગણાય છે. તેથી જઘન્ય બે ઘડીએ નવકારશી મુઠ્ઠસી પચ્ચક્ખાણ પારવાવાળા કરતાં, આ શ્રાવકને અધિકપુણ્ય થાય, એમ શાસ્ત્ર મુજબ જણાય છે. ॥ ૪-૯૩૦ના
ઉજ્જયિનીના શ્રીસંઘના પ્રશ્નોત્તરો.
પ્રશ્ન; કોઈ પોસાતી શ્રાવક ગુરુ પાસે અર્થે પોરિસીના ચૈત્યવંદનમાં ઉવસગ્ગહરં સ્તોત્ર કહી શકે? કે નહિ ?
ઉત્તર : પોસાતી શ્રાવક અર્થપોરિસીના ચૈત્યવંદનમાં ઉવમ્સગ્ગહરંસ્તોત્રને કહી
[સન પ્રશ્ન-૩૧]