________________
૨૪૦ પ્રશ્ન: ત્રણ કાળવેળાએ પૂજા કરવામાં આવે, તે ત્રિકાળ પૂજા કહેવાય? કે
આગળપાછળના વખતમાં ત્રણ વખત કરી હોય, તો પણ તે ત્રિકાળ
પૂજ કહેવાય? ઉત્તર:-ત્રણ કાળવેળાએ પૂજા કરાય, તે ત્રિકાળપૂજા કહેવાય છે, અને કારણ
હોય તો આગળપાછળના વખતમાં પણ ત્રણ વખત કરી હોય, તે
પણ ત્રિકાળપૂજા કહેવાય છે. ૪૯૨૨. પ્રશ્ન: દેરાસરમાં રાત્રિએ ગીત-ગાનાદિ કરવામાં આવે તો દેવદ્રવ્યની ઉપજ
થાય છે, નહિંતર તો થતી નથી. તો તે કરવું? કે નહિ? ઉત્તર:-શાસવિધિ મુજબ તો મૂળવિધિએ ગીત-ગાન વિગેરે રાત્રિએ કરવું
સુઝતું નથી, પરંતુ દેવદ્રવ્યની ઉપજના કારણે રાત્રિમાં પણ ગીત-ગાનાદિ ભાવના કરવામાં લાભ જણાય છે.૪-૯ર૩
ફતેહપુરના શ્રીસંઘના પ્રશ્નોત્તરો. પર: જન્મસૂતકમાં અને મરણ સૂતકમાં પ્રભુપ્રતિમાની પૂજા થાય? કે નહિ? . ઉત્તર:-જન્મ મરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજાનો
નિષેધ જાણ્યો નથી, એટલે પૂજા ન થાય, તેમ જાણ્યું નથી. ૪-૯૨૪ પ્રશ્ન: દેવપૂજા અવસરે તિલક એટલે ચાંદલો કરાય? કે નહિ? ઉત્તર:-આપણા ગચ્છમાં દેવપૂજા વખતે ચાંદલો કરવાનો નિષેધ જાણ્યો
નથી.૪૯૨૫ા પ્રશ્ન: શ્રાવકે કરેલા સ્તુતિ-સ્તોત્રો મંડલીમાં કહેવા કહ્યું? કે નહિ? ઉત્તર:-કલ્પ છે. (આ પ્રશ્ર આચાર્ય ભગવંતોએ જે શ્રાવકોની સ્તુતિ-સ્તોત્રની
રચના પ્રમાણ કરી ક્રિયામાં બોલવાની છુટ આપી હોય; તેવા સ્તુતિ-સ્તોત્રો
મંડલીમાં કહી શકાય છે, એ બાબત સૂચવતો લાગે છે.) ૪૯૨૬ પ્રશ્ન: દુવિહારમાં લિંબુના પટ વિનાનો ખારો અજમો અને મધુર અજમો
વાપરવો ઘે? કે નહિ? ઉત્તર:-દુવિહારમાં લિંબુના પટ વિનાનો ખારો અથવા મધુર અજમો વાપરવો
ધે છે..૪૯૨૭ના