________________
૨૫૦
એટલે દેશસંશ્મ, ત્રીજું બાળતપ એટલે મિથ્યાષ્ટિની તપશ્ચર્યા, ચોથું અકામ નિર્જરા એટલે પોતાની ઈચ્છા વિના જે ભૂખ તરસ વગેરે કષ્ટોનું સહન કરવું પડે તે. આ ચાર કારણોથી જીવો દેવગતિનું આયુષ્ય બાંધે છે,” એમ ઠાણાંગ સૂત્રના ચોથા સ્થાનમાં કહેલ છે.
તેમજ-સામનિાવપાત્તુથાખો પ્રષાથરો. આ શ્લોક્માં “પુણ્ય થકી” એમ જે કહેલ છે, તે પુણ્ય પુણ્યપ્રકૃતિરૂપ નથી, પણ પુણ્યનો અર્થ લાઘવતા છે, તેથી થાવરપણું વિગેરે પમાય છે, પણ “તામલી તાપસ વિગેરેને તો ઈંદ્રપણા વિગેરેની પ્રાપ્તિ થઈ” એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેથી તે પ્રાપ્તિ તો સકામ નિર્જરાથી થાય છે. કેમકે-નાર્થ ભાષ્યના નવમા અધ્યાયની ટીકામાં કહ્યું કે- “સકામ નિર્જાથી દેવોમાં ઈંદ્ર, સામાનિક દેવ વિગેરે સ્થાનો પામે છે.” માટે ચરક, પરિવાક, તામલી તાપસ વિગેરેને સકામ નિર્જરા હતી, એમ સિદ્ધ થાય છે.
શંકા કરે છે કેન્સામ મિનાં-આ પદમાં “સાધુઓનેજ સકામ નિધિ હોય.” એમ માની લઈએ, તો શ્રાવકો અને સમકિતી વિગેરેની શી ગતિ થાય?
ઉત્તરઆપે છે કે-મિનાં આ પદ સામાન્યથી કહેલ છે, તેથી શ્રાવક વિગેરે પણ તેમાં આવી જાય છે. તેઓને પણ તરતમપણાએ બાર દેવલોક વિગેરે આપનારી સકામનિર્જા હોય છે, એમ જણાય
છે.
શ્રાવકાદિ આ પદમાં આદિ શબ્દ હોવાથી બાલ તપસ્વીઓને પણ સકામનિા હોય. કેવી રીતે હોય? સાંભળો- સન્માર્ગ આપવામાં અથવા સલ કર્મનો ક્ષય કરવામાં જે અસમર્થ છે, તે બાલ કહેવાય, તે પ્રકારનો જે તપ, તે બાલતપ કહેવાય, તે અગ્નિમાં પ્રવેશ કરવો, ખાડામાં પડતું મેલવું કે પર્વત ઉપરથી પડવું વિગેરે કાયક્લેશરૂપ છે, અને કાયક્લેશ તે પાવિત્ત્તો સંનીખવા ય આ આગમ વચનથી બાહ્ય તપ છે, અને તે સકામ નિર્જરાનો હેતુ છે. ૫૪-૯૫૧ ॥
પ્રશ્ન: સમ્યગ્દષ્ટિઓ, મિથ્યાષ્ટિઓ અને પરપક્ષીઓને તપાગચ્છના આચાર્ય મહારાજાઓ વિગેરે પચ્ચક્ખાણ કરાવે છે, તે માર્ગાનુસારી ગણાય? કે નહિ ?