________________
૨૫૧
ઉત્તર :~ તે તમામ પચ્ચક્ખાણ માર્ગાનુસારી છે, એમ જાણવામાં છે. પરંતુ પચ્ચક્ખાણ કરનાર જે પચ્ચક્ખાણની વિધિ જાણતો ન હોય, તો તેને વિધિ બતાવીને કરાવવું જોઈએ. આટલું વિશેષ જાણવું. ૫૪-૯૫૨॥
સુરતબંદરના શ્રીસંઘના પ્રશ્નોત્તરો
પ્રશ્ન: ચૌદ નિયમનું સ્મરણ કરતી વખતે સચિત્ત અને વિગઈ દ્રવ્ય સંખ્યામાં ગણી શકાય ? કે નહિ ?
ઉત્તર :— ચૌદ નિયમનું સ્મરણ કરતી વખતે વિચારણામાં જે કે-શાસ્ત્રમુજબ સચિત્ત અને વિકૃતિ દ્રવ્યમાં ગણાય નહિ એમ જણાય છે. તોપણ આધુનિક પ્રવૃત્તિથી દ્રવ્યમાં ગણાય છે, એમ જોવામાં આવે છે અને આમ કરવામાં વિશેષે સંવર પણ થાય છે.॥૪-૯૫૩ ॥
પ્રશ્ન: ગુરુઓનો મૂલસ્તૂપ એટલે જ્યાં અગ્નિદાહ કર્યો હોય, તે ઉપર બનાવેલી દેરી જેમ માન્ય છે, તે પ્રમાણે બીજે ઠેકાણે બનાવેલી હોય, તો તે પણ માનવા લાયક ખરી ? કે નહિ ?
ઉત્તર ઃ— -જેમ મૂલદેરી માન્ય છે, તેમ બીજે ઠેકાણે રહેલી પણ માન્ય છે. તેમાં કાંઈ પણ શંકા કરવી નહિ. ॥૪-૯૫૪ ॥
પ્રશ્ન : દેવ, ગુરુ અને ધર્મને માનવા રૂપ સમકિત વ્યાવહારિક સમકિત કહેવાય ? કે નિશ્ચય સમકિત કહેવાય ?
ઉત્તર :— નીવાર્-નવ-યત્વે, નો નાદ્ તફ્સ હોદ્ સમ્મત્તી માવેજ સાંતો, ગયાળમાળેવિ સમ્મત્તાશા
“જે જીવાદિક નવ પદાર્થોને જાણે છે, તેને સમકિત પ્રાપ્ત થાય છે. અને નહિ જાણનારો ભાવે કરી સહ્તતો હોય, તો તેને પણ સમકિત પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે નવતત્ત્વગ્રંથમાં છે.
શમ-સંવેશ-નિર્દેલા-હનુમ્મા-ઽસ્તિત્ત્વ-રક્ષળ:/ લક્ષી પશ્વમિ: સભ્ય, સમ્યવસ્ત્વમિત્તુતે શા
“શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા રૂપ પાંચ લક્ષણોએ કરી જે ઓળખાય છે, તે સમ્યક્-ઉત્તમ સમકિત કહેવાય છે.” આ પ્રકારે યોગશાસ્ત્રના બીજા પ્રકાશમાં છે.