________________
૨૫૨ दर्शन-मोहनीय-कर्मोपशमादि-समुत्थोऽर्हदुक्त-तत्वश्रद्धान-रूपः शुभ आत्म-परिणामः सम्यक्त्वम्
દર્શનમોહનીય કર્મના ઉપશમ વિગેરેથી ઉપજેલ જે અરિહંત મહારાજાએ કહેલ નવતત્ત્વના શ્રદ્ધાન સ્વરૂપ આત્મપરિણામ તે સમકિત કહેવાય છે.” એમ વંદારવૃત્તિ ગ્રંથમાં કહ્યું છે. આ ગ્રંથો પ્રમાણે જીવાદિકનું શ્રદ્ધાન=ઉપશમાદિકથી ઉત્પન્ન થયેલ શ્રદ્ધાસ્વરૂપ આત્મપરિણામ. તે નિશ્ચય સમક્તિ છે. અને या देवे देवताबुद्धिमुरौ च गुरुतामतिः। धर्मे च धर्मधीः शुद्धा, सम्यक्त्वमिदमुच्यते॥१॥ जिनो देवः कृपा धर्मो गुरवो यत्र साधवः।
દવમાં દેવપણાની બુદ્ધિ અને ગુરમાં ગુરબુદ્ધિ અને ધર્મમાં ધર્મબુદ્ધિ શુદ્ધ હોય, એ સમ્યકત્વ કહેવાય છે, જેમાં (= જે શ્રાવકપણામાં) જિનેશ્વર દેવ છે, જીવ ઉપર દયા ધર્મ છે, અને ગુર, નિર્ચન્થ સાધુઓ છે.” આ પ્રમાણે દેવ, ગુ, ધર્મનું માનવું થાય, તે વ્યવહાર સમકિત છે. કેમકે-કહેલ છે કેनिच्छयओ सम्मत्तं, नाणाइमयं सुहं च परिणाम। इयरं पुण तुह समए, भणि सम्मत्तहेउत्ति॥१॥
“જ્ઞાનાદિમય શુભ પરિણામ નિશ્ચયથી સમકિત છે; અને બીજા પ્રકારો આપના શાસનમાં સમકિતના કારણ કહેલ છે.” in૪-૯૫૫
દીવબંદરના શ્રી સંઘના પ્રશ્નોત્તરશે. : ગૌતમપડઘા તપમાં પાત્રામાં પહેલું નાણું મૂકાય છે. તે નાણું જ્ઞાનના કામમાં આવે? કે બીજા કામમાં પણ વપરાય? અને તે તપ ક્યા
ગ્રંથમાં કહેલ છે? ઉત્તર:-ગૌતમપડઘો તપ આચારદિનકર ગ્રંથમાં કહેલ છે. પરંતુ તેમાં નાણું
મૂકવાનું કહેલ નથી, જો કોઈ ઠેકાણે પણ પ્રસિદ્ધિથી નાણું મૂકાય, તો તે જ્ઞાનદ્રવ્ય થતું નથી. પરંતુ તે દ્રવ્ય સાધુઓને ભણાવવામાં અથવા
વૈદ્યવિગેરેના કામમાં વપરાય છે. ૪-૯૫૬ પ્રશ્ન: કાલિકાચાર્ય મહારાજાએ પફબીના દિવસમાં ચોમાસી પ્રતિક્રમણ આચર્યું,
તેમાં પ્રતિકમણો ઘટે છે, તેનું કેમ?