________________
૨૪૮
દિગંબર મંદિર ૩, આ ત્રણ સિવાય બીજા સર્વ દેરાસરો વાંદવા પૂજવા લાયક જાણવા. હવે ઉપર ત્રણ ચૈત્યનો નિષેધ કર્યો છે, તે રીત્યો પણ સાધુ ભગવંતના વાસક્ષેપથી વંદન પૂજન કરવા લાયક બને છે.” એમ નહિ માનીએ, તો પરપણીએ કરેલા ગ્રંથો પણ અમાન્ય કરશે. તેમજ ભવ્ય પાસત્યાદિકે દીક્ષિત કરેલા સાધુઓ અને કેવલિઓ અવંદનીક કરી જશે. તેમ થવાથી બંધબેસતાપણું રહેશે નહિ, કેમકે-પરપક્ષીઓએ કરેલા સ્તોત્ર વિગેરે ગ્રંથો આપણા પૂજ્ય પૂર્વાચાર્યોએ અંગીકાર કર્યા છે. અને પાસત્યાદિકથી દીક્ષિત થયેલા સાધુઓ શાસ્ત્રમાં વંદનીકપણે કહેલા
છે. માટે આ બાબત પોતાની મેળે વિચારી લેવી. ૪-૮૫૦ : ચરક, પરિવ્રાજક, સામલી તાપસ વિગેરે મિબાષ્ટિઓ તપશ્ચર્યા વિગેરે
અજ્ઞાન કષ્ટ કરી રહ્યા હોય, તેઓની સકામનિર્જરા હોય? કે અકામનિર્જરી હોય? કેટલાક કહે છે કે “તઓને અકામ નિર્જર જ હોય” માટે
આ બાબત પાઠ પૂર્વક ખુલાસો કરવા કૃપા કરશો. ઉત્તર:-જે-ચરક, પરિવ્રાજક, મિથ્યાટિઓ “અમારે કર્મનો ક્ષય થાઓ.”
એવી બુદ્ધિથી તપશ્ચર્યા વિગેરે અજ્ઞાન કષ્ટ કરે છે, તેઓને તત્વાર્થભાખ્ય ટીકા, સમયસાર ટીકા અને યોગશાસ્ત્ર ટીકા વિગેરે ગ્રંથો અનુસાર સકામ નિર્જરા સંભવે છે, કેમકે-યોગશાસ્ત્ર ચોથા પ્રકાશની ટીકામાં સકામ નિર્જરાનો હેતુ બાહ્ય, અત્યંતર બે પ્રકારનો તપ કહ્યો છે, તેમાં છ પ્રકારનો બાહ્ય તપ છે. બાહ્ય દ્રવ્યની અપેક્ષા હોવાથી પરને પ્રત્યક્ષ હોવાથી કતીથીઓ અને ગૃહસ્થોથી કરાતો હોવાથી બાહ્ય તપ કહેવાય છે. તેમજ “લોકમાં પ્રસિદ્ધ હોવાથી અને કુતિથીઓથી પોતાની ઇચ્છાથી સેવાતો હોવાથી, બાહ્ય તપ કહેવાય.” એમ ઉત્તરાધ્યનના ૩૦મા અધ્યયનની રઝ હારી ટીકામાં કહેલ છે. આ પ્રમાણે છ પ્રકારે બાહ્ય તપનું આચરણ કુતિથીઓને છે તેમ કહ્યું. પરંતુ તેઓની નિર્જરા સમકિતીની સકામ નિર્જરાની અપેક્ષાએ થોડી હોય છે, તે વાત ભગવતીના આઠમા શતકના દશમા ઉદેશામાં ફેલા આ સૂત્રમાં કહી છે કે, “બાલ તપસ્વી મોક્ષમાર્ગને થોડા અંશે આરાધે છે, કેમકે તે રડા બોધ વિનાનો છે, પણ ક્ષિા કરવામાં તત્પર છે, તે કિયાએ થોડા કર્મોના અંશોની નિર્જરા થતી હોવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી, અને ભાવની ઉક્ટતાથી વકલચીરિ વિગેરેની પેઠે થાય પણ છે. કહ્યું છે કે