________________
૨૪૪
અક્ષરો છે, તે મુજબ નવ નિધાન ભૂમિ ઉપર ચાલે છે, અને પ્રવચન સારોદ્ધારની ટીકા વિગેરે મુજબ તો ચકવતીની સાથે ભૂમિની અંદર થઈ તેને નગરે પહોંચે છે. એમ બે મત છે. તત્ત્વ તો કેવળી મહારાજા
જાણે. ૪-૯૪૧ પ્રશ્ન: ચક્રવતીના સૈન્યનો પડાવ બાર યોજનાનો હોય છે, ચકવર્તી તો દરેક
દિવસે એક યોજન ભૂમિ ચાલે છે, તો બાર યોજનના છેલ્લે ભાગે જે સૈનિક ઉતર્યો હોય તે પણ બીજે દિવસે એક યોજન ચાલે,
તો બાર યોજનમાં તેને કેટલા દિવસ થાય? ઉત્તર:–જબૂદ્વીપ પન્નત્તિમાં “યોજન યોજના વિસામો કરીને ચકવતી ભૂમિ
કાપે છે તેમજ તેનું સૈન્ય બાર યોજનમાં ઉતરે છે,” એમ અનેક ગ્રંથોમાં કહ્યું છે, તેથી પૂર્વાપર વિચાર કરીને જે યોજનાનું આંતરે ચાલવામાં બતાવ્યું છે, તે સૈન્યના અગ્ર ભાગની અપેક્ષાએ સંભવે છે. તેમજ ચક્વતી સૈન્યની આદિમાં કે મધ્યમાં કે અંતમાં ઉતરે, તેવા અક્ષરો શાસ્ત્રમાં જોવામાં આવ્યા નથી, પણ હાલના રાજાઓ મધ્યમાં ઉતરતા દેખાય છે, તેથી તે કાળે જે ઉચિત હશે, તે મુજબ ઉતરતા હશે, તો પણ ચકવતીને સૈન્યને છેડે ઉતરેલા પણ સૈનિકો દેવતાઈ પ્રભાવે કરી સુખેથી માર્ગ ઓળંગતા હશે. તેમાં કાંઈ પણ શંકા કરવા જેવી
નથી. કેમકે દેવતાઈ શક્તિ અચિંત્ય છે. ૪-૯૪રા પ્રશ્ન: શરીરથી ઉખેડેલા મેલમાં, અને જે પાણીએ નહાયા હોઈએ તેમાં,
અને પરસેવાથી ભીંજાયેલ વસ્ત્રો સંકોચી એક પિંડ બનાવી દીધા હોય,
તેમાં સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવો ઉપજે? કે નહિ? ઉત્તર: પન્નવણા સૂત્રમાં સન્વેસુ વેવ અફવાળાં વા નિમણુસા
संमुच्छंतिઅથવા “સર્વ અશુચિ સ્થાનમાં સંમૂર્ણિમ મનુષ્યો ઉપજે છે.” આ ચૌદ સ્થાનકના આલાવાની ટીકામાં કહ્યું કે- “આ ચૌદ સિવાય મનુષ્યના સંગથી બીજા અશુચિસ્થાન બન્યા હોય, તેમાંયે સંમૂર્હિમ મનુષ્યો ઉપજતા બતાવ્યા છે.” માટે આ પ્રમાણે તમારા લખેલા સ્થાને પણ સંમૂર્ણિમ મનુષ્યો ઉપજે, એમ સંભવે છે. ૪૦૯૪૩