________________
૨૩૨
તપની આરાધના કરી, તીર્થકર નામગોત્રકર્મ નિકાચિત ક્યે.૪-૮૩ પ્રશ્ન: શ્રાવક અથવા શ્રાવિકા ચોથી પોસહ પરિમા વહે, તેને સામાચારીગંથ - મુજબ ચોવીહાર પોસહ કરવો હેલો છે, તથા સમવાયાંગટીકા અનુસાર, તિવિહાર સંભવે છે. તેથી તિવિહાર પોસહ કરીને ચોથી પડિમા વહન
કરે? કે નહિ? ઉત્તર:-પ્રવચનસારોદ્ધાર વિગેરે ગ્રંથોમાં શ્રાવકને ચોથી પડિયામાં ચારપવીના
દિવસે સંપૂર્ણ ચાર પ્રકારનો પોસહ કરવો કહેલ છે, આ પાઠ મુજબ આઠ પહોરનો પોસહ અને ચોવિહાર ઉપવાસ કરવો જોઈએ. પરંતુ સામાચારી અનુસાર આટલું વિશેષ જણાય છે કે, પકખી વખતે છઠ્ઠ કરવાની જેની શક્તિ ન હોય, તેણે પૂનમમાં અને અમાસમાં તિવિહાર ઉપવાસ કરવો, તેવી શક્તિ પણ ન હોય તેણે આયંબિલ કરવું. જે આયંબિલ કરવાની પણ શક્તિ ન હોય, તો નિવિપણ કરવી. તેમાં પહેલો ઉપવાસ તો શાસ્ત્રમુજબ ચોવિહારો જ કરવો એમ જણાય છે. અને સમવાયાંગવૃત્તિ
અનુસાર તિવિહાર ઉપવાસ કરવો, તે સ્પષ્ટપણે જણાતું નથી. I૪-૮૯૪ પ્રશ્ન: કયા શાસ્ત્રમાં “શ્રાવકને સામાયિક કરતાં ઈરિયાવહિયા પડિકકમીને મુહપત્તિનું
પડિલેહણ કરવું એમ કહ્યું છે? તે જણાવવા કૃપા કરશો. ઉત્તર:-રિયાદમામખ્ખડિતતા ન વિદિ , રેવંતપાસાયાવસારું
વડ-ઈરિયાવહિયા પડિકકમ્યા સિવાય ચૈત્યવંદન, સ્વાધ્યાય અને આવશ્યક વિગેરે કાંઈ પણ કરવું કલ્પે નહિ.” આવો મહાનિશીથસૂત્રનો પાઠ છે. તેથી ઈરિયાવહિયા પરિફકમીને મુહપત્તિ પડિલેહી સામાયિક ઉચ્ચરાય છે. તેમજ આવશયકર્ણિમાં “ઢકર શ્રાવક પ્રભાતકાલમાં ઘરથી નીકળી શરીર ચિંતા કરીને ઉપાશ્રયમાં જઈને તુરત ઈરિયાવહિયા પરિક્રમે છે.” એમ બતાવ્યું છે. તે સામાયિક, પ્રતિકમણ કરવાની વેળા છે. માટે
ઈરિયાવહિયા કરી સામાયિક લેવા મુહપત્તિ પડિલેહવાય છે, તે જાણવું૪-૮૯૫ પ્રશ્ન: નવકારના પદોની ઓળીમાં કેટલા ઉપવાસ કરાય? અને તેમાં નવકારના
પદોનું ગણણું કેવી રીતે ગણાય? ઉત્તર:-નવકારના નવપદો છે, તેમાં પ્રથમથી સાતપદોમાં દરેક પદના જેટલા
અક્ષરો છે, તેટલા ઉપવાસ લાગલગટ કરાય છે, અને આઠમાં, નવમા પદના ૧૭ અક્ષરો છે, તેમાં જે શક્તિ હોય તો, ૧૭ ઉપવાસ લાગલાગટ