________________
૨૩૦
પછીથી નામના અવસરે “આ પ્રતિમા અમુક જિનેશ્વરની છે, એમ કેમ કહી શકાય? માટે લંછન વિગેરે ફેર કરાવવાનો વિધિ હોય, તો જણાવવા કૃપા કરશો ?
ઉત્તર :~ પ્રતિષ્ઠિત જિનપ્રતિમાનું નામ, લંછન વિગેરે પ્રાય: ફરી કરી શકાય નહિ, પણ ફેર પ્રતિષ્ઠા કરાવનારને અજ્ઞાત વિગેરે કારણો હોવાથી નામ, લંછન વિગેરે ખાસ જરૂરી કાર્ય હોય તો, તે ફેર કરી પ્રતિષ્ઠિત વાસક્ષેપ વિગેરેથી શુદ્ધિ કરાવી લેવી જોઈએ, એમ જણાય છે. ૪-૮૮૭॥
પ્રશ્ન: પરિમાતપ કરનાર શ્રાવક અથવા શ્રાવિકા ચોથી પડિમાથી ચાર પી પોસહુ કરે છે, તે વખતે પક્ષી અને પૂનમનો છઠ્ઠ કરવો પડે છે, તેમાં પક્ષીને દિવસે પોસહ અને ઉપવાસ કરીને પૂર્ણિમામાં પોસહ કરી એકાસણું કરે તો સુઝે ? કે નહિ ?
ઉત્તર :—પ્રતિમાધર શ્રાવક અથવા શ્રાવિકા ચોથી પડિમાથી માંડી ચાર પવી પોસહ કરે, તેમાં મુખ્ય રીતિએ ચૌદશ પૂનમના પોસહ સહિત ચોવિહાર છઠ્ઠ કરવો જોઈએ, પણ કદાચ સર્વથા શક્તિ ન હોય, તો “પૂનમને દિવસે આયંબિલ અથવા નિવિ કરાય.” એવા અક્ષરો સામાચારી ગ્રંથમાં છે, પરંતુ એકાસણ કરવાનું શાસ્ત્રમાં દેખ્યું નથી. ॥ ૪-૮૮૮
પ્રશ્ન : કાંજીવડા વિગેરે શાક તથા દહીં વિગેરે ગોરસ એક રાત્રિ ઓળંગી બીજી રાત્રિમાં અભક્ષ્ય થાય ? કે સોળ પહોર પછી અભક્ષ્ય થાય?
ઉત્તર:—યોગશાસ્ત્ર ટીકા વિગેરે ગ્રંથોમાં
સ્થદ્વિતયાતીતા-આ વચનથી “બે દિવસ પછી દહીં વિગેરે ગોરસ કલ્પે નહિ.” એવા અક્ષરો છે, તેનો અર્થ તો પરંપરાએ આ પ્રકારે કહેવાય છે-“બે રાત્રિ ઓળંગી ગયા પછી તો કલ્પે નહિ.” પણ “સોળ પહોર પછી ન પે,” એવા અક્ષરો શાસ્ત્રમાં જોયા નથી. કાંજીવડા વિગેરે શાકોનું પણ રાઈ વિગેરે ઉત્કટ દ્રવ્યથી મિશ્રિતપણું હોવાથી વૃદ્ધપરંપરાએ એટલું જ કાલમાન કહેવાય છે. પણ અતિપ્રસંગ થઈ જાય, તેથી અધિક કાલમાન કહેવાતું નથી. આ બાબતમાં બીજા પ્રકારના અક્ષરો જાણ્યા નથી. ૫૪-૮૮૯ પ્રશ્ન: માંસમાં નિગોદજીવો ઉપજવાનું કહેલુ છે. તથા
आमा अपक्का अ. विपच्चमाणासु मंस-पेसीसु । उप्पज्जंति अनंता, तव्वण्णा तत्थ जंतुणो ॥ १ ॥