________________
૨૩૫
પારણે અત્તરપારણે એકાસણું કર્યા સિવાય પણ રડરથમ છ ત્ત ગઈમાં કહેવાય છે, તેવા અક્ષરો કલ્પસૂત્રસામાચારીમાં છે, તે
જાણવું..૪-૯૦૪ પ્રશ્ન: ખરતરો પૂછે છે કે “તમો ઢકેલા સ્થાપનાચાર્ય પાસે ક્યિા કરો છો
' તે કેવી રીતે સુઝે? ઉત્તર:-નવકારવાળી વિગેરે ઈશ્વર સ્થાપનામાં દષ્ટિ રાખવી જોઈએ, તેથી
તેને નહિ ઢાંકવી, તે વ્યાજબી છે. પણ અક્ષપ્રમુખ યાવન્કથિક સ્થાપનામાં દષ્ટિ પણ રાખવાનો નિયમ જામ્યો નથી. તેથી આચ્છાદિત કર્યા હોય, તો પણ ક્રિયા કરવી સૂઝે છે..૪-૯૦પા
શ્રી દેવગિરિ સંઘના પ્રશ્નોત્તરો. પ્રશ્ન: જે શ્રાવકો દિવસનો પોસહ કરીને પછી સાંજે ભાવવૃદ્ધિ થવાથી રાત્રિપોસહ
લે, તો તેઓ પોસહ, સામાયિક ઉચ્ચર્યાબાદ સઝાય કરું? બહુવેલ ઉપાધિ પડિલેહું? આ પ્રકારે આદેશો માંગે? કે સઝાય કરું? આ
એક આદેશે ચાલી શકે? ઉત્તર:-સઝાય કરું? આ આદેશ માંગવાથી ચાલી શકે છે, બહુવેલનો
આદેશ માંગવાનો નિયમ તો જાગ્યો નથી, કેમકે તે પ્રભાતે માગી
લીધેલ છે, એમ જાણવું.૪-૦૬ પ્રકશેષકાલમાં સાધુઓ, શ્રાવક-શ્રાવિકાઓના સાંભળતાં કલ્પસૂત્ર ભણે-ભણાવે?
કે એકાંતમાં ભણે ભણાવે? ઉત્તર:- સાધુઓ પોતાની ઈચ્છાએ કલ્પસૂત્રને ભણે ભણાવે છે, આ અવસરે
કોઈક શ્રાવક વિગેરે વંદન કરવા આવે, “તે વખતે ધીમે ધીમે ભણે ભણાવે,” તેવા અક્ષરો જોવામાં આવ્યા નથી, પરંતુ શ્રાવક વિગેરેને
ઉસ્સી પઠન પાઠન પજુસણ સિવાય કલ્પ નહિ, તેમ જાણવામાં છે..૪-૯૦૭ પર કેટલાક કહે છે કે “શ્રી મહાવીર પ્રભુના શિષ્ય સુધર્માગણધર મહારાજાથી
માંડી પરંપરામાં કલિકાલમાં યુગપ્રધાન સમાન શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા ૬૩ મી પાટે છે.” અને કેટલાક કહે છે કે ૬૧ મી પાટે છે.” અને ઉપાધ્યાયધર્મસાગરગણિત પઢાવલીમાં તો “પ૮મી પાટે” લખેલ છે. આ ત્રણ કથનમાં કયું કથન પ્રમાણ છે?