Book Title: Sen Prashna
Author(s): Shubhvijay Gani, Rajshekharsuri
Publisher: Mulund S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 320
________________ ૨૩૩ કરવા. શક્તિ ન હોય તો પહેલાં આઠ અને પછી નવ ઉપવાસ કરવા. તથા ગણણામાં હાલની પ્રવૃત્તિ પ્રમાણે જોતાં એક સરખાપણું જોવામાં આવતું નથી. કેમકે-કોઈ ગગાણું ગણે છે. અને કોઈક ગણતું યે નથી. જે ગણે છે, તે પહેલા સાતપદની ઓળીમાં જે પદનો તપ કરે છે, તે પદને ગગાણું ગાણે છે. આઠમા અને નવમા પદનું તપ એકી સાથે કરે, તો તે બન્નેય પદોનું પણ ગણણું સાથે ગણે છે. જે જુદો તપ કરે, તો બન્નેય પદોનું ગણણું જુદું જુદું ગણે છે. દરેક પદે એક લાખ ગણણું ગણવું જોઈએ. અને આઠમા અને નવમા પદમાં સાથે તપ કરેલ હોય તો ગણણું લાખ ગણવું અને જો તપ કર્યો હોય, તો દરેક પદે લાખ લાખ ગણવું તેમજ કોઈક જ્યારે આ તપ કરે છે, તે વખતે તે પદનું ગળણું બે હજાર ગણે છે, તેથી જેવી જેની શક્તિ હોય, તે તેટલું ગણણું ગણે છે..૪-૮૯૬ સાધુ મધ્યાહ્ન કાલનો કાજો ઉદ્ધરીને પરઠ? કે નહિ? ઉત્તર:-ચોમાસામાં મધ્યાહનનો કાજો લઈ પરઠવે છે, એવી પરંપરા પૂજ્યપાદ શ્રી વિજયહીરસૂરીશ્વર મહારાજા પાસે ચાલતી જોઈ છે. ૪-૮૯૭ પ્રશ્ન: લવાણસમુદ્રમાં જગતી પાસે માખીની પાંખ પ્રમાણ જલ કહેલ છે, ત્યાં સર્વ કાલમાં તેટલું જ પાણી રહે? કે ભરતીમાં ન્યૂનાધિક થાય? ઉત્તર:-માંખીની પાંખ પ્રમાણ જલ જ્યાં બતાવ્યું છે, ત્યાં તેટલું રહે છે. પણ ભરતીના સમયમાં ન્યૂનાધિક થાય, તેમ જાણ્યું નથી.૪-૮૯૮). 9 ચોમાસામાં પ્રતિકમણ વિગેરેમાં વિજળીની ઉજેઈ પડે, તો અતિચાર લાગે? કે નહિ? ઉત્તર:-પૂજ્યપાદ શ્રી વિજયદાનસૂરીશ્વરજી તથા પૂ. શ્રી વિહીરસૂરીશ્વરજી પાસે રોષકાળમાં અને ચોમાસામાં પ્રતિક્રમણ, યોગનું અનુષ્ઠાન વિગેરે ક્ષિામાં વિજળીની ઉઈ પડે, તો અતિચાર લાગે છે, કિયા અતિચારવાળી બને છે, કાલગ્રહણ ભાંગે છે, એમ સાંભળેલ છે.૪-૮૯૯ પ્રણ: આસો માસની અસક્ઝાયમાં ત્રણ દિવસ ઉપદેશમાલા વિગેરે ગ્રંથો ગણી શકાતા નથી, તેમ ત્રણ ચોમાસીની અસક્ઝાયમાં તે ન ગણી શકાય? કે ગણી શકાય? સિન પ્રશ્ન-૩૦]

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366