________________
૨૨૯
ઉત્તર:–અલ્પ શક્તિવાળા જો તેવી રીતે છઠ્ઠ કરી વીરછઠ્ઠ તપમાં ગણી
લે, તો ગણી શકે છે, પણ પખીનું તપ ઉપવાસ વિગેરેથી જલદી
પૂરું કરવું જોઈએ..૪-૮૮૨ા પ્રશ્ન: વીરછઠ્ઠ તપના પારણે બેસણું કરવું જોઈએ? કે યથાશક્તિ પચ્ચકખાણ
કરવું? ઉત્તર:–જેવી શક્તિ હોય, તેવું પચ્ચખાણ કરાય છે.૪-૮૮૩ પ્રશ્ન: અંત હિપોની વેદિકામાં બારણાં છે? કે નહિ? ઉત્તર:-જગતીને બારણાં છે, એમ કહ્યું છે. અંતકીપમાં તો જગતીને
સ્થાને વેદિકા છે, માટે વેદિકામાં પણ બારણાં સંભવે છે..૪-૮૮૪ પ્રશ્ન: ચાર પ્રકારના મિથ્યાત્વમાં લોકોત્તર મિથ્યાત્વ ભારે છે? કે લૌકિક
મિથ્યાત્વ ભારે છે? પહેલાં તો “લોકોત્તર કરતાં લૌકિક મિથ્યાત્વ મહાન છે” એમ સાંભળ્યું હતું. હાલમાં “લૌકિક કરતાં લોકોત્તર મિથ્યાત્વ મહાન છે” એમ સંભળાય છે, તેથી સ્પષ્ટ જણાવવા કૃપા
કરશો? ઉત્તરઃ–પ્રતિક્રમણ સૂત્ર ટીકા વિગેરે ગ્રંથોમાં-“લૌકિક મિથ્યાત્વ બે પ્રકારે હોય.
એક લૌકિક દેવસંબંધી અને બીજું લૌકિક ગુરુસંબંધી. તેમજ લોકોત્તર પણ બે પ્રકારે હોય છે-એક લોકોત્તર દેવ સંબંધી અને બીજું લોકોત્તર ગુર સંબંધી.” આ ચાર મિથ્યાત્વમાં આ મોટું અને આ નાનું એવા અક્ષરો ગ્રંથમાં જોયા નથી, તેથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવ મુજબ નાનું મોટું કહી શકાય.I૪-૮૮પા : સાધ્વી કેવળજ્ઞાન ઉપજ્યા પછી છદ્મસ્થ સાધુઓને વંદે? કે નહિ? ઉત્તર:-કેવળજ્ઞાનવાળા સાધ્વીજી છદ્મસ્થ સાધુઓને વંદન કરે નહિ. કેમકે
કેવળજ્ઞાન ઉપર્યું છે,” તેવું પ્રસિદ્ધ થયું હોય, તો પણ કેવળજ્ઞાની છદ્મસ્થોને વાંદ, તેવું શાસ્ત્રમાં જોવામાં આવ્યું નથી. તેમજ કેવળજ્ઞાની સાધ્વીઓને છદ્મસ્થ સાધુ વાંદે, તે પણ સંભવતું નથી, કેમકે-પુરુષ સ્ત્રીને વંદન કરે, તો લૌકિક માર્ગમાં અનુચિત દેખાય. પણ પરમાર્થથી તો
કેવળજ્ઞાની સવન વાંદવા યોગ્ય છે. ૪-૮૮૬ પ્રશ્ન: પ્રતિષ્ઠિત જિનપ્રતિમાનાં નામ અને લંછનો વેચવાવાળાએ ભુંસી નાંખ્યા
હોય, તેવી પ્રતિમાઓ શ્રાવકોએ દ્રવ્યવ્યય કરી વેચાતી લીધી હોય;