________________
૨૨૮
પ્રશ્ન: ઋષભદેવ ભગવાન સાથે દશ હજાર મુનિવરોએ અણસણ કર્યું હતું, તે કેટલા કાલે સિદ્ધ થયા ?
પ્રશ્ન: ભગવાન સાથે અણસણ કરેલા દશહજાર મુનિવરો “અભિજીત નક્ષત્રમાં સિદ્ધિપદ વર્યા હતા” એવા અક્ષરો વસુદેવહીંડી વિગેરેમાં છે. ૫૪-૮૭૭૫ પ્રશ્ન: નો વેફ વળવ-જોડી, અવા હેડ઼ ળય-નિળ-ભવની तस्स न तत्तिअ पुण्णं, जत्तिअ बंभव्वए धरिए ॥ १ ॥
“બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવાથી જેટલું પુણ્ય થાય, તેટલું પુણ્ય કોઈ ક્રોડ સોનૈયાનું દાન કરે અથવા સોનાનું જિનમંદિર કરાવે તો પણ તેને થાય નહિ.” આમાં બતાવેલ બ્રહ્મચર્ય દિવસ સંબંધી જાણવું? કે જાવજજીવ સુધીનું જાણવું?
ઉત્તર:— મુખ્ય વૃત્તિએ જાવજીવ સુધીનું જાણવું, અને અધ્યવસાય વિશેષ કરી દિવસ વિગેરે સંબંધી પણ જાણવું.૫૪-૮૭૮ ॥
પ્રશ્ન: જેણે નવકારશીનું પ્રત્યાખ્યાન કાલવેલાએ કર્યું ન હોય, તેને પછી પોરિસીવિગેરે પચ્ચક્ખાણ કરવા હોય તો સૂઝે? કે નહિ ?
ઉત્તર :— “નવકારશીના પચ્ચક્ખાણ સિવાય પોરિસીવિગેરે પચ્ચક્ખાણો કરવા કલ્પે નહિ,” તેમ શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથોમાં કહેલ છે, તે જાણવું. ૫૪-૮૭૯ ॥ પ્રશ્ન: પક્ષી, ચોમાસી વિગેરેના તપો કેટલા કાળ સુધીમાં કરી શકાય ?
ઉત્તર :— શક્તિ મુજબ તે તપો જલદી જ પૂરા થાય, તેમ કરવું જોઈએ. કાલનિયમ ગ્રંથમાં જાણ્યો નથી. (પરંપરાએ ક્યાં સુધીમાં કરી લેવાય ? તે વાત પ્રશ્ન ૩૭૪ માં બતાવી છે.)॥૪-૮૮૦૫
પ્રશ્ન: જેસલમેરમાં અને મેદિનીર્વંગમાં ઉપાશ્રયની અંદર શ્રી હીરવિજ્યસૂરિજીની પ્રતિમાના મસ્તક ઉપર વીરભગવાનની મૂર્તિ છે, તેથી કેટલાક તે ઉપાશ્રયને ચૈત્ય કહે છે, તેનો ઉત્તર શો અપાય?
ઉત્તર :— જેમ શ્રાવકોના ઘરે જિનપ્રતિમા હોય છે, છતાં તે ચૈત્ય કહેવાતા નથી, તેમ આ ઉપાશ્રયનું પણ સમજવું.૫૪-૮૮૧॥
પ્રશ્ન: પક્ષ્મી વખતે છઠ્ઠુ કરીને વીરભગવાનના છઠ્ઠના તપમાં ગણી લેવામાં આવે, અને પક્ષીનો તપ સ્વાધ્યાય વિગેરે કરવાથી પૂરો કરે, તો તે છઠ્ઠુ વીરછઠ્ઠ તપમાં ગણાય ? કે નહિ?