________________
૨૨૬ ઉત્તર:-પદ્યાન લેવાનો કાળ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહેલ છે. ૪-૮૬૬ પ્રશ્ન: “સ્થૂલભદ્રમુનિવરનું નામ ચોરાશી ચોવીશી સુધી રહેશે” તે કયા ગ્રંથમાં
કહ્યું છે? ઉત્તર:–“ચોરાશી ચોવીશીઓ સુધી નામ રહેશે” તે વાત તેમના ચરિત્ર
વિગેરે ગ્રંથોમાં છે. ૪-૮૬૭ પર: નવ વિશે વિરલ ૨ ર માહા આ કલ્પસૂત્રના અક્ષરો
મુજબ નવ રસવિગઈઓ બલ વધારવા માટે દરરોજ નિષેધ કરેલી
છે, પરંતુ તે લેવાની આચરણા છે? કે નહિ? ઉત્તર:-જે અભક્ષ્ય વિગઈઓ છે, તેનાં નામો આ સૂત્રમાં પાઠના સંબંધથી
બતાવ્યાં છે, તેઓની આચરણા છે જ નહિ, એમ જાણી લેવું. ૪-૮૬૮ પ્રશ્ન: ગ્રીકલ્પસૂત્રને શ્રી મહાવીર ભગવંત પછી ૯૮૦ વર્ષે દેવર્ધિગણિ સમાત્રમાણે
લીપિપણે પુસ્તકારૂઢ કર્યું તેનાથી પહેલાં બીજું કાંઈ પણ પુસ્તક હતું?
કે નહિ? ઉત્તર:-સર્વ પણ સિદ્ધાન્ત દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ મહારાજાએ ૯૮૦
વર્ષે પુસ્તકારૂઢ ર્યા, તે પહેલાં ઘણાં અન્ય પુસ્તકો હતાં. ૪-૮૬૯ો. પ્રશ્ન: સુલસાએ બત્રીશ પુત્રોને એક સાથે જન્મ આપ્યો, તે સાચું છે?
કે નહિ? ઉત્તર:-“બત્રીશ પુત્રોને એકી સાથે જન્મ આપ્યો” તે વાત સાચી છે,
તેવા અક્ષરો પણ વીરચરિત્ર વિગેરેમાં છે..૪-૮૭૦ -: જેને કડાવિગઈનું પચ્ચકખાણ હોય; તેઓને ડોળીઆ તેલમાં તળેલ
પક્વાન્ન વિગેરે કહ્યું? કે નહિ? ઉત્તર:- ડોળીક તેલ વિગઈ નથી, તેથી તેમાં તળાએલી વસ્તુ પણ વિગઈ
થતી નથી.in૪-૮૭૧ A: શ્રાવિકા દેરાસરમાં ચૈત્યવંદન કરીને ઊભા ઊભા જ એક નવકારનો કાઉસ્સગ્ગ
કરીને એક સ્તુતિ બોલે છે, તે વિધિ ક્યાં છે? ઉત્તર:–આ વિધિ ભાષ્યની અવસૂરિમાં ચૈત્યવંદનના અધિકારમાં કહેલ છે,
પરંતુ આ વિધિ કરવાની પ્રવૃત્તિ હમણાં શ્રાવિકાઓમાં દેખાય છે..૪-૮૭૨