________________
૨૨૪
પ્રશ્ન: કોણિક રાજા શકઇંકનો પૂર્વ સંગતિક છે, અને ચમરેન્દ્રનો પ્રવ્રજ્યા
સંગતિક છે, એમ કહેલ છે, તે કેવી રીતે મળતું આવે? ઉત્તર:–“કોણિક રાજાનો જીવ સૌધર્મ ઈંદ્રનો કાર્તિકશેઠના ભવમાં ગૃહસ્થપણામાં
મિત્ર હતો, તેથી પૂર્વ સંગતિક એટલે પૂર્વનો મિત્ર કહેલ છે, અને ચમરેન્દ્રનો પૂરાગતાપસના ભાવમાં કોણિકનો જીવ તાપસપણે મિત્ર હતો, તેથી પ્રવજ્યાસંગતિક એટલે તાપસદીક્ષામાં મિત્ર કહેલ છે,” એમ ભગવતીસૂત્રના સાતમા શતકના નવમા ઉદ્દેશાની ટીકામાં છે તે
જાણવું. I૪-૮૫૭ના પ્રશ્ન: આસાલિઓ જીવ ચક્રવર્તિ સૈન્યના પડાવની ભૂમિ નીચે ઉપજે છે,
તે બેઇંદ્રિય હોય? કે પંચેન્દ્રિય હોય? જો સંમૂર્ણિમ પંચેન્દ્રિય માનીએ, તો તેનું દેહમાન વિચારતાં ઘટતું નથી. કેમકે-ઉરપરિસર્પનું દેહમાન ઉત્સધ અંગુલથી બનેલ ૨ યોજનથી ૯ યોજનનું કહેલ છે. માટે મળતું આવતું
નથી. ઉત્તર:-જીવસમાસ પ્રકરણ ટીકામાં આસાલિયો બેઇંદ્રિય કહેલ છે, અને
જીવાભિગમ અને પન્નવણા સૂત્રની ટીકામાં તો સંમૂર્ણિમ પંચેન્દ્રિય કહેલ છે. આ બાબતનો નિર્ણય કેવળી મહારાજા જાણે, પણ શરીર માનની બાબતમાં તો રીમુદમંગુને તહીં-“ઉન્સેધ” અંગુલથી શરીરમાપ જાણવું. આ નિયમ પ્રાયિક હોવાથી આસાલીઆનું શરીરમાન પ્રમાણ અંગુલથી સંભવે છે. કેમકે મહાવિદેહમાં ચકીના સૈન્યનો પડાવ બાર
યોજનનો પ્રમાણ અંગુલથી કહેલ છે. ૪-૮૫૮ પ્રશ્ન: સ્વયંભૂરમણ સમુદ્રની ઉપર જે જ્યોતિષ્ક દેવો છે, તેઓની રાજધાની
અને ઉત્પાત સ્થાન કયે ઠેકાણે છે? ઉત્તર:–સ્વયંભૂરમણ સમુદ્ર ઉપર રહેલ જ્યોતિષીદેવોની રાજધાની સ્વયંભૂરમણ
સમુદ્રમાં છે' એમ જીવાભિગમસૂત્રમાં કહેલ છે, અને “ઉત્પાતસ્થાન
પોતાના વિમાનમાં છે” એમ પન્નવણા વિગેરેમાં છે. ૪-૮૫૯ શ્ન: મહાવિદેહમાં જે દેશવિરતિ શ્રાવકો છે, તે ઉભયકાલ પ્રતિક્રમણ કરે?
કે સાધુ પેઠે કારણ ઉપજે તો કરે? ઉત્તર:-રેસિવ સ વિભાગ-આ ગાથા અને તે ટુકુમ નં. આ
સપ્તતિ સ્થાનકના પાઠથી જો સાધુઓને મહાવિદેહમાં પરિક્રમણ બતાવ્યા