________________
૨૨૫
છે, તો શ્રાવકને તો જરૂર જ કરવા જોઈએ. કેમકે-શ્રાવકોને તો ગૃહસ્થાવાસમાં
કારણો સદા હોય છે, તેથી તે પાપ આલોચવા જરૂર કરવા પડે.૪-૮૬૦ શ્ન: ગાયના આંચલ આકારે આઠ જીવપ્રદેશો બતાવ્યા છે, તેઓને કર્મવર્ગણા
લાગે? કે નહિ? ઉત્તર:-જીવોના મધ્ય પ્રદેશોને કર્મવર્ગણા ચોંટતી નથી, એમ શાનદીપિકામાં
स्पृश्यन्ते कर्मणा तेऽपि, प्रदेशा आत्मनो यदि। तदा जीवो जगत्यस्मिन्नजीवत्वमवाप्नुयात्।।१॥
જે આત્માના તે પ્રદેશોને પણ કર્મ સ્પર્શે તો જીવ આ ગતમાં અજીવપણાને પામી જાય”-એમ કહેલ છે. ૪-૮૬૧ પ્રશ્ન: સમયે સમયે અનન્સી હાનિ કહેવાય છે, તે શું વસ્તુને આશ્રયી છે? ઉત્તર:–અવસર્પિણી કાલમાં વર્ણ, રસ, ગંધ સ્પર્શ વિગેરે પર્યાયોની અનન્તી
હાનિ થાય છે, એમ જંબુદ્વીપ પન્નત્તિની ટીકામાં છે. ૪-૮૬૨ પ્રશ્ન: આદિનાથ ભગવાનના વારામાં જે લોગસ્સ કહેવાતો હતો, તે લોગસ્સ
જ મહાવીર ભગવાનના વારામાં કહેવાય છે? કે બીજે કહેવાય છે? ઉત્તર:-પ્રથમ તીર્થંકરના વારામાં જે લોગસ્સ કહેવાતો હતો તે જ અર્થથી
મહાવીર તીર્થમાં પણ કહેવાય છે, પરંતુ સૂત્રપાઠ સરખો હોય, તે નિયમ નથી, એમ પરંપરાની સમજણ છે, અને યુક્તિ પણ તેમજ
દેખાય છે. ૪-૮૬૩ પણ: જે કોઈ રાત્રિભોજનના પચ્ચકખાણવાળા દિવસની બે ઘડી બાકી રહી
હોય, તેમાં ભોજન કરે, તો રાત્રિભોજન પચ્ચકખાણનો તેને ભંગ
થાય? કે નહિ? ઉત્તર–શેષ બે ઘડીમાં ભોજન કરનારાઓને રાત્રિભોજનનો અતિચાર લાગે
છે, પણ ભંગ તો થતો નથી. ૪-૮૬૪ો. પ્રશ્ન: કલિયાનું પાણી તિવિહાર પચ્ચકખાણવાળાને પીવું સ્પે કે નહિ ? ઉત્તર:-તિવિહાર પચ્ચકખાણવાળાઓને તે પાણી કહ્યું છે, પણ આપણી
આચરણા નથી. ૪-૮૬૫ પ્રશ્ન: પકવાન લેવાનો કાળ ક્યા ગ્રંથમાં કહ્યો છે?
સિન પ્રશ્ન-૨૯...]