________________
૨૨૩
અને કાલસતતિ વિગેરે ગ્રંથોમાં યુગપ્રધાનોની સંખ્યા ૨૦૪ કહી છે, તેમજ યુગપ્રધાન સમાન આચાર્ય, ઉત્તમ ગુણધારક આચાર્ય, અને મધ્યમ ગુણધારક આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓની પણ સંખ્યા કહી છે, તે સંખ્યા આપણે જાણીએ છીએ, તે ભૂમિ માત્રમાં સંભવે? કે સંપૂર્ણ ભરતક્ષેત્રમાં સંભવે? તેમજ સુધર્મા સ્વામીથી માંડી છેલ્લા દુ:૫સહસૂરિ સુધી યુગપ્રધાનોની સંખ્યા તે પટ્ટપરંપરાએ
થશે? કે બીજા પ્રકારે થશે? ઉત્તર:–યુગપ્રધાન વિગેરેની સંખ્યા કહી છે, તે સક્લ ભરતક્ષેત્રમાં થશે,
એમ શાસ્ત્ર અનુસાર જણાય છે, તેમજ પટ્ટપરંપરાએ યુગપ્રધાનોની
સંખ્યા થાય, તેવા અક્ષરો જોવામાં આવેલ નથી. ૪-૮૫૪. પ્રશ્ન: પંડિતવાર્ષિ ગણિત પ્રકરણમાં રહીને હાથમાં હાજર ર
વા વહિ આ ગાથામાં “સાયિક સમકિત અને સાયિક ચારિત્ર બારમા ગુણઠાણાથી લઈ ચૌદમા ગુણઠાણા સુધી હોય છે,” એમ કહ્યું, અને પંચનિથી અને કર્મગ્રંથમાં “સાયિક સમકિત અને ક્ષાયિક ચારિત્ર ૧૧માં ગુણઠાણાથી ચૌદમા ગુણઠાણા સુધી હોય” એમ બતાવેલ છે, તે કેવી રીતે ઘટે? કેમકે-ક્ષપકશ્રેણિવાળો જીવ દશમાથી બારમે ગુણઠાણે જાય છે, ત્યારે ૧૧ મા ગુણઠાણામાં ક્ષાયિક સમકિત અને ક્ષાયિક ચારિત્રનો
અસંભવ છે. ઉત્તર:-પચીનિર્ચથી અને કર્મચંથમાં અગીયારમે ગુણઠાણે ક્ષાયિક સમકિત
કહેલ છે, પરંતુ સાયિક ચારિત્ર કહ્યું નથી, તેમજ સાયિક સમકિતનો ધાણી ઉપશમ શ્રેણી ઉપર ચઢે, ત્યારે ૧૧માં ગુણઠાણે સાયિક સમકિત છે, અને સાયિક ચારિત્ર તો અગીયારમાં ગુણઠાણે છે જ નહિ, તે
જાણવું. ૪-૮૫પા. પ્રશ્ન: તેરમા ગુણઠાણે સાતવેદનીય કર્મની સ્થિતિ કોઈ ઠેકાણે બે સમયની
કહી છે, તે કેમ ઘટે? કેમકે-ભગવતી વિગેરે ગ્રંથોમાં ત્રણ સમયની
સ્થિતિ કહી છે. ઉત્તર:-“સાતા વેદનીયકર્મ તેરમા ગુણઠાણે પહેલા સમયે બંધાય અને બીજા
સમયે વેદાય અને ત્રીજા સમયે ખરી જાય, એમ ભગવતી, ઠાણાંગસૂત્ર વિગેરેમાં કહ્યું છે, પણ નિર્ણ સમયે અવસ્થાનનો અભાવ હોવાથી બે સમયની સ્થિતિ ઘટે છે, એમ જાણવું. ૪-૮૫૬ો.