________________
૨૨૧
चतुर्थोल्लासः
નત્વા શ્રી વર્જુમાનાય, વર્ષમાન-શુમ-ત્રિવે प्रारभ्यते मया तुर्योल्लासः श्रावकपृच्छकः॥१॥
શુભ લક્ષ્મીને વધારનાર શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરી,શ્રાવકના પ્રશ્નોવાળો ચોથો ઉલ્લાસ હું શરૂ કરું છું.
શ્રી જેસલમેર સંઘના પ્રશ્નોત્તરો
પ્રશ્ન: ના દુખસદ્દો તૂરી, ઢોહિતિ ગુગળફાળ આયરિયા अज्जसुहुम्मप्पभिई, चउरहिया दुन्नि अ सहस्सा ॥
“આર્ય સુધર્મા સ્વામીથી માંડી દુ:પસહસૂરિ સુધી ૨૦૦૪ યુગપ્રધાન આચાર્યો થશે.” ઇત્યાદિક ગાથાઓથી યુગપ્રધાન આચાર્ય ઉપાધ્યાય અને સાધુ વિગેરેની સંખ્યા દીવાળી કલ્પમાં બતાવી છે, તે તે જ પ્રમાણે ચોક્ક્સ કરેલી છે? કે બીજા પ્રકારે છે? તેમજ દીવાળી કલ્પના કર્તા સુવિહિત છે? કે નહિ ?
ઉત્તર :— યુગપ્રધાન વિગેરેની જે સંખ્યા કહી છે, તે પણ આપણે માન્ય છે, કેમકે-બીજા ઘણા દીવાળી કલ્પોમાં, અને ભટ્ટારક શ્રી ધર્મઘોષ સૂરીશ્વરે રચેલ દૂસમગંડિકા વિગેરે ગ્રંથોમાં ઉપર્યુક્ત સંખ્યા જ જેવામાં આવે છે. તેમજ દીવાળી કલ્પના કર્તા આપણે માન્ય છે. ॥ ૪-૮૪૭॥ પ્રશ્ન: ગીયો ય વિહારો, વીઓ નીઅસ્થમીતિઓ મળિઓ
હ્તો તવિહારો, નાણુન્નાઓ બિન-હિંડાશા
આ ગાથાથી જે અગીતાર્થ ગીતાર્થ સાથે વિહાર કરે, તે ગીતાર્થ નિશ્રિત કહેવાય ? કે ગીતાર્થની નિશ્રાએ અગીતાર્થ એક્લો વિહાર કરે, તે ગીતાર્થ નિશ્રિત કહેવાય ? તે સ્પષ્ટ જણાવવા કૃપા કરશો.
ઉત્તર :—ગીતાર્થની સાથે અગીતાર્થ સાધુ વિહાર કરે, તે ગીતાર્થ નિશ્રિત વિહાર કહેલ છે, અને જે ગીતાર્થની નિશ્રાએ અગીતાર્થપણું છતાં આજ્ઞાથી જુદો વિહાર કરે, તે પણ ગીતાર્થ નિશ્રિત વિહાર કહેવાય છે. કેમકે-આ ગાથાના બે પાઠ છે. એક:વીઓ નીઅર્થમીસિઓ ષિઓ,અને બીજો:-નીઓ નીઅર્થનીશિઓ માળિઓ-છે. તે બન્નેય પાઠોનું વ્યાખ્યાન પ્રવચન સારોદ્ધારમાં કરેલ છે, તે જાણવું. ॥ ૪-૮૪૮ ॥