________________
૨૨૨
પ્રશ્ન: સત્યકી વિદ્યાધરે ભગવાન શ્રી વર્ધમાન સ્વામીજી પાસે કહ્યું કે-“જેટલું મિથ્યાત્વ વર્તી રહ્યું છે, તે બધું સમુદ્રમાં ડુબાવી દઉં.” આ વાર્તા પ્રશ્નોષે ચાલી રહેલ છે? કે કોઈ ગ્રંથમાં તેવા અક્ષરો છે?
ઉત્તર :— પ્રદ્ઘોષથી આ વાર્તા સંભળાય છે, પણ ગ્રંથમાં અક્ષરો જોયા નથી. ॥ ૪-૮૪૯ ॥ પ્રશ્ન : કોઈ શ્રાવક એકાસણા બેસણા વિના પ્રાસુક પાણી પીવે છે, અને પાણસના આગારો ઉચ્ચરે છે. તેને રાત્રિમાં દુવિહાર, તિવિહાર કરવો કલ્પે ? કે ચોવિહાર કરવો જોઈએ?
ઉત્તર :— તેણે રાત્રિએ ચોવિહાર પચ્ચક્ખાણ કરવું જોઈએ તેવી પરંપરા 9.118-24011
પ્રશ્ન: સમુદ્રમાં રહેલ મચ્છ જાતિસ્મરણ જ્ઞાન પામીને સમકિત અને દેશવિરત પામે છે, તે પામીને તુરત અણસણ કરે? કે સમકિત, દેશવિરતિને
આરાધે ?
ઉત્તર :— કોઈક મચ્છુ તે કાલમાં અણસણ કરે છે, અને કોઈક કાલાન્તરે અણસણ કરે છે, એમ જણાય છે. નિશ્ચયથી તો અક્ષરો જોયા નથી. ૫૪-૮૫૧॥ પ્રશ્ન: કોઈક મહાનુભાવ ઉપશમ શ્રેણિ એક વખત કરે, તે નિશ્ચયે કરી તે જ ભવમાં ઉપશમ શ્રેણી બીજી વખત કરે? કે નહિ ?
ઉત્તર :— તે જ ભવમાં બીજી વખત કરે જ, એવો નિયમ જાણ્યો નથી, પણ એક ભવમાં ઉપશમ શ્રેણી ઉત્કૃષ્ટથી કરે, તો બે વખત કરે છે, એમ જાણેલ છે. ૪-૮૫૨ ॥
પ્રશ્ન: સમકિત પામીને જે અર્ધપુદ્ગલ પરાવર્ત સ્થિતિવાળો જીવ સંસારમાં રહે, તે અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ અડધા લોકના આકાશ પ્રદેશને અનુક્રમે જન્મ મરણ કરી ફરસે ત્યારે થાય ? કે બીજી રીતે થાય ?
ઉત્તર:— સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કરનારને જેટલો કાલ થાય, તે પુદ્ગલ પરાવર્ત લેવો, તેના અડધા ભાગે જેટલો કાલ થાય તેટલા કાલ સુધી વધારેમાં વધારે જીવ સમકિત પામ્યા પછી સંસારમાં રહે છે, આવો ભાવ જાણવામાં છે, પરંતુ અડધા લોકાકાશના પ્રદેશોને અનુક્રમે મરણ કરીને ફરસે, ત્યારે થાય એવો ભાવ જાણેલ નથી. ॥ ૪-૮૫૩॥
પ્રશ્ન: શ્રી ધર્મઘોષસૂરિકૃત દુ:ષમા સંઘસ્તોત્ર, દીવાળીકલ્પ, ગુર્વ્યવલીપર્યાય