________________
૧૨૮ પ્રશ્ન: કોઈ મુનિરાજને અંતર્મુહૂર્તના પ્રમાણવાળું છઠું અને સાતમું ગુણસ્થાનક
ઉત્કૃષ્ટથી દેશે કરી ધૂન પૂર્વકોડ વર્ષો સુધી રહે છે. તેમાં છઠ્ઠા અને
સાતમા ગુણસ્થાનકનું અંતર્મુહૂર્ત સમાન હોય? કે જૂન અધિક હોય? ઉત્તર:-છઠ્ઠા ગુણસ્થાનકનું અંતર્મુહૂર્ત મોટું હોય, અને સાતમાનું નાનું હોય
એમ ભગવતી સૂત્રના ત્રીજા શતકમાં કહ્યું છે. અને તેમાંજ મતાંતરે કરી જે છઠું અને સાતમું ગુણસ્થાનક પણ દરેક ન્યૂન પૂર્વ કોડ વર્ષો પ્રમાણ કહેલ છે તે પણ જાણવું. (આ મતમાં સામાન્ય કરી પ્રમત્તપણું અને અપ્રમત્તપણું લેવું અપ્રમત્તપણામાં કેવળિપણાનો પણ કાળ ગણાઈ
જાય, તેથી પૂર્વકોડ વર્ષનો કાળ અપ્રમત્તને પણ ઘટી રહે) ૩-૪૫ના પw: “તીર્થંકરની માતા ચૌદ સ્વપ્નોને સ્પષ્ટ દેખે, અને ચકવર્તીની માતા
અસ્પષ્ટ દેખે, આવા અક્ષરો કોઈ ગ્રંથમાં છે? કે પ્રઘોષ છે? ઉત્તર:-ચકવર્તીની માતા ઝાંખા દેખે છે, તેવો પાઠ વાસુપૂજ્ય ચરિત્રમાં છે. चतुर्दशाप्यमून स्वप्नान्, या पश्येत् किञ्चिदस्फुटान्। सा प्रभो प्रमदा सूते, नन्दनं चक्रवर्तिनम् ॥१॥
“જે ચૌદે સ્વપ્નો પણ અસ્પષ્ટ દેખે, તે સ્ત્રી હે રાજન્ ! ચકવતીરૂપ પુત્રને જન્મ આપે છે.” ૩-૪૫ર . પ્રશ્ન: સ્ફટિક વિગેરે પૃથ્વી સચિત છે? કે અચિત છે? ઉત્તર:–સ્ફટિકાદિ પૃથ્વી સચિત છે. નિદ- માળિયા -વિહુ = સ્ફટિક,
મણિ, રત્ન અને પરવાળા તે પૃથ્વીકાય જીવ છે અને બહાર નીકળ્યા બાદ રત્નો અચિત્ત હોય છે. અવUM- Mા - જ -કુત્તિ-સહ-સિત્વ-ઘવાત્સ-રત્તા થા વિનિસુવર્ણ, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાલ અને રક્તરત્નો અચિત્ત છે એમ અનુયોગદ્દાર
સૂત્રના છેલ્લા ભાગમાં કહ્યું છે. ૩-૪૫૩ પ્રશ્ન: નવનારદો ક્યા વારામાં થયા? તે પાઠ પૂર્વક જણાવવા મહેર કરશોજી. ઉત્તર:–નવે નારદો વાસુદેવના સમાન કાળમાં થયેલ સંભવે છે. કેમકે તે
તે ચરિત્રોમાં વાસુદેવના વારામાં નારદોનું ગમન - આગમન વિગેરે સંભળાય છે. ૩-૪૫૪