________________
૧૭૩
ઉત્તર :— આવળના મૂળ વિગેરેમાં અસંખ્યાત જીવો હોય છે. અને પાંદડા વિગેરેમાં એક એક જીવ હોય છે. એમ પન્નવણા સૂત્ર વિગેરેમાં કહ્યું છે. ૫૩-૬૪૫મા
પ્રશ્ન : ઉત્સેધ અંગુલથી બનેલ ત્રણ હાથથી માંડી છ હાથવાળા જીવોને તે જ ભવમાં મોક્ષ થાય ? કે નહિ ?
ઉત્તર :— ઉત્સેધ અંગુલથી બનેલ બે હાથથી માંડી સાધિક પાંચસો ધનુષ્ય સુધી શરીર ધારણ કરવાવાળા જીવો મુક્તિમાં જઈ શકે છે. ૫૩-૬૪૬ા
પ્રશ્ન: સદ્દામનાપમાળે, પુત્વીજાપ્ તિ ને નીવા
તે પારેવમિત્તા, તંબૂદ્દીને ન માયંતિ ? ॥ एगंमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पन्नत्ता । ते जड़ सरसवमित्ता, जंबूद्दीवे न मायंति ॥ २ ॥
“લીલા આમળા પ્રમાણ પૃથ્વીકાયના કકડામાં જે જીવો હોય છે, તેને પારેવા જેવડા શરીરવાળા માા હોય; અને તેનાથી જંબૂટ્ટીપ ભરવામાં આવે, તો તે જીવો જંબૂઠ્ઠીપમાં માય નહિ. ॥ ૧ ॥
એક પાણીના બિંદુમાં જેટલા જીવો જિનેશ્વરોએ કહેલ છે, તે જીવોને સરસવ જેવડા શરીરવાળા કલ્પીને તે જીવોથી જંબૂદ્દીપ ભરવામાં આવે, તો જંબુદ્રીપમાં તે બધા માઈ શકે નહિ.” ॥૨॥
આ બે ગાથા પ્રતિક્રમણ સૂત્ર ટીકા અને પ્રવચન સારોદ્ધાર ટીકા વિગેરેમાં જેમ જોવામાં આવે છે, તેમ તેઉકાય વિગેરે એકેન્દ્રિય જીવોનું પ્રતિપાદન કરનારી ગાથાઓ પ્રાય: કરી ગ્રંથમાં લેવામાં આવતી નથી. તેનું શું કારણ? તેમજ “બરંટીના ચોખા (કુરીયા) પ્રમાણ તેઉકાયમાં જે જીવો છે, તેઓને મસ્તકની લિખપ્રમાણ દેહવાળા ક્પી, તેનાથી જંબૂદ્દીપ ભરવા માંડે, તો તેમાં સમાઈ શકે નહિ. અને માત્ર લીંબડાનું પાન ફરકાવે તેટલાજ વાયુકાયમાં જેટલા જીવો છે, તેઓનો ખસખસ જેવડો દેહ કલ્પીને ભરવા માંડીએ તો જંબુદ્વીપમાં માય નહિ.' આ અર્થ પ્રમાણ છે? કે નહિ ?
વળી, આ અર્થ પ્રતિપાદન કરનાર જેવી તેવી બે ગાથા છૂટા પાનામાં છે.