________________
૧૭૪
बरटीतंदुलमित्ता, तेउजीवा जिणेहि पन्नत्ता। मत्थयलिक्खपमाणा, जंबुद्दीवे न मार्यति॥१॥ जे लीवपत्तफरिसा, वाऊजीवा जिणेहिं पन्नत्ता। ते जइ खसखसमित्ता, जंबुद्दवे न मायति ॥२॥
વળી, જે પૃથ્વીકાય વિગેરે જીવનું પ્રમાણ પ્રતિપાદન કરનારી ગાથામાં પારેવા વિગેરે બતાવ્યા છે, તે જુદા જુદા તીર્થકર્ના કાળમાં જુદા જુદા પ્રમાણવાળો દેહ ધારણ કરવાવાળા હોય છે, તેથી ક્યા
કાળના પારેવા ગ્રહણ કરવા? ઉત્તર:-તેઉકાય વિગેરેના શરીરનું માપ પ્રતિપાદન કરનારી બે ગાથા જેકે
મોટા ગ્રંથોમાં જોવામાં આવતી નથી, તો પણ સૂત્ર સાથે મળતી જ છે. કેમકે તેનો અર્થ સૂત્રને અનુસરતો છે. તેમજ જીવમાન પ્રતિપાદન કરનાર પારેવા વિગેરેનું માન અવસ્થિતકાળવાળા મહાવિદેહમાં જે હોય છે, તે ગ્રહણ કરવું એમ જણાય છે. ભોળાજીવોને બોધ કરવા માટે
આ ઉપદેશ છે. માટે તેમાં કાંઈ પણ દોષ નથી.૩-૬૪૭ | પ્રશ્ન: નામમાલામાં “છ અરે મનુષ્યો ૧૬ વર્ષના આયુષ્યવાળા અને એક
હાથ ઊંચા દેહવાળા થશે.” એમ કહ્યું છે. અને લઘક્ષેત્ર માસમાં તો “પાંચમા સરીખા છઠ્ઠા આરામાં બે હાથ ઊંચા અને ૨૦ વરસના
આયુષ્યવાળા મનુષ્યો થશે.” એમ કહ્યું. તે શી રીતે બંધ બેસતું થાય? ઉત્તર:-નામમાલામાં મનુષ્યનું જે માન બતાવ્યું તે છઠ્ઠા આરાના છેલ્લા
ભાગનું જાણવું અને લઘુક્ષેત્ર માસમાં જે કહ્યું તે છ આરાના
પહેલા દિવસને આશ્રયીને જાણવું ૩-૬૪૮ પ્રશ્ન: લઘુક્ષેત્ર માસમાં “પ્રથમના ત્રણ આરાઓમાં મનુષ્યોને અનુક્રમે ૩-૨-અને
૧ દિવસે તુવરનો કણ, બોર અને આંબળા પ્રમાણ આહાર હોય છે.” એમ કહ્યું છે. તો તે તુવરનો દાણો વિગેરે આરે આરે જુદા જુદા
માનવાળા હોય છે. તેથી કયા આરાના તે ગ્રહણ કરવા? ઉત્તર:-પહેલા, બીજા અને ત્રીજા આરામાં જેવડા થાય તે લેવા. તે પ્રમાણે
આહાર હોય એમ જાણવું. ૩-૬૪૯ [ આ કાળના જીવોને સમજાવવાના ઉદેશથી એ માપ આપેલ હોય તો આ કાળના માપના તુવેર વિગેરે લેવા ઠીક લાગે છે. આ બાબત પ્રાચીન ગાથાઓમાં વિવેચન લેવામાં