________________
૨૧૮
આપે?
ઉત્તર:–તેવા કારણમાં સાધ્વીએ લાવેલો આહાર સાધુઓ અર્ણિકાપુત્ર આચાર્યની
પેઠે ગ્રહણ કરે છે, પણ શ્રાવક આદિએ લાવી આપેલ આહાર તો
ગ્રહણ કરતા જ નથી..I ૩-૮૩૮ પ્રશ્ન: કોઈને જ્ઞાતિએ બહાર કરેલ હોય, તેના ઘરે આહાર વિગેરે કારણ
સિવાય લેવા કલ્પે? કે નહિ? ઉત્તર: લોકવિરુદ્ધ મહા અપવાદથી જો જ્ઞાતિએ બહાર મૂક્યો હોય, તો
તેને ઘેર કારણ સિવાય આહાર વિગેરે વહોરવું ક્યું નહિ. ૩-૮૩૯
પ્રશ્ન: શ્રી ચંદ્રપ્રભ ચરિત્રમાં “અજાપુત્રે અગ્નિની ખાઈમાં ઝંપાપત કર્યો.”
એમ કહ્યું, તે શું? તેમજ દુર્જયરાજા ત્યાં ગયો. તે ભવન કહેવાય? કે પાતાળગૃહ કહેવાય? ત્યાંથી હાથી અપહરણ કરીને ગયો, ત્યાં નારકીઓ દેખાડી, પછી દેવોએ બહાર મૂક્યો, અને સર્વાગ સુંદરી પાસે ગયો, તે સ્થાન ભવનપતિનિકાથમાં છે? કે વ્યન્તરનિકામાં છે? તેમજ દુર્જય રાજા ક્યા ભવનમાં છે? અને સર્વાંગસુંદરી તેનાથી નીચે ક્યાં છે? તેમજ અષ્ટાપદ ગયો, ત્યાં ઈંદ્ર વસ્ત્રો અર્પણ કર્યા, તે વૈકિય છે?
કે ઔદારિક છે? ઉત્તર:–અજાપુત્રે અગ્નિની ખાઈમાં પડતું મેલ્યું અને ફળ દેવતાઈ પ્રભાવે
કરી પ્રાપ્ત કર્યું, તેમજ દુર્જન્ય રાજાનું વસવાટનું સ્થાન ભૂમિના વિવરમાં મનુષ્યની રાજધાનીમાં છે, તેમજ સર્વાંગસુંદરી વ્યન્તરી છે, તેનું રહેઠાણ વ્યન્તરનિકામાં છે. હાથી અપહરણ કરીને લઈ ગયો વિગેરે તે વ્યન્તરીનું કરેલું જાણવું. તેમજ અષ્ટાપદ ઉપર વસ્ત્રો અર્પણ કર્યા, તે ઔદારિક
જાણવાં. ૩-૮૪૦ પ્રશ્ન: શ્રાવકો દેવદ્રવ્ય વ્યાજે ગ્રહણ કરે? કે નહિ? ઉત્તર:-મહાન કારણ સિવાય દેવદ્રવ્ય વ્યાજે લે નહિ. ૩-૮૪૧ પ્રશ્ન: દેરાસરના નોકર પાસે પોતાનું કાર્ય કરાવાય? કે નહિ? ઉત્તર:–દેરાસરના સાચવનારથી દેરાસરના નોકર પાસે પોતાનું કાર્ય કરાવાય
નહિ. ૩-૮૪૨