________________
૧૭૮
આવી જાય છે, એમ જણાય છે. ॥ ૩-૬૬૨॥
પ્રશ્ન: કેટલાક વૃદ્ધપોસાળિઆ એમ કહે છે કે કૃઆિભુમિનુસો વિગેરે આ બે ગાથામાં બતાવેલ બે વિધિ માર્ગ વિગેરેના કારણે શ્રદ્ધાળુ કરે નહિ. તે યોગ્ય છે? કે અયોગ્ય છે?
ઉત્તર :— ગુરુવંદન ભાષ્યની આ ૩૮મી અને ૩૯મી ગાથા પ્રમાણે માર્ગ વિગેરે કારણ છતાં પણ, તે બે વિધિ સાચવવી યુક્તજ છે. ॥ ૩-૬૬૩॥ પ્રશ્ન : પ્રતિષ્ઠામાં પ્રતિમાના નેત્ર ખોલવાના અંજનમાં મધ નંખાય ? કે નહિ? ઉત્તર :— હાલમાં પ્રતિમાના અંજનમાં મધુ શબ્દે કરી સાકર કહેવાય છે. માટે તે જ નંખાય છે. ૩-૬૬૪॥
પણ્ડિત શ્રી જયવત્ત ઋષિ ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: ચોમાસામાં વિજ્યાદશમી સુધી ખાંડ વહોરવી કેમ કલ્પે નહિ ? ઉત્ત: પરંપરાએ ત્યાં સુધી ખાંડ લેવાનો નિષેધ કરેલો છે. ૩-૬૬૫। પ્રશ્ન: પ્રતિક્રમણમાં વિજળી અને દીવા વિગેરેનો પ્રકાશ શરીર ઉપર પડે,
તો અગ્નિકાયની વિરાધના મનાય છે, તે તપાએ કરેલા ગ્રંથમાં છે? કે કોઈ બીજા ગ્રંથમાં છે?
ઉત્તર :— આવશ્યકનિર્યુક્તિ કાઉસ્સગ્ગ અધ્યયનમાં
अगणीउ छिंदिज्ज व, बोहिअ खोभाय दीहडक्को वा । आगारेहिं अभग्गो, उस्सग्गो एवमाहिं ||
આ ગાથામાં અગણિત્તિ-એટલે જ્યારે દીવા વિગેરેનો પ્રકાશ ફરસે, ત્યારે ઓઢવાને માટે કાંબળી વિગેરે લેવી પડે, તોપણ કાઉસ્સગ્ગનો ભંગ થતો નથી, એમ બતાવેલ છે. ॥ ૩-૬૬૬॥
પણ્ડિત શ્રી ભક્તિસાગર ગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન : ખરતર ગચ્છવાળા કહે છે કે-“અમારા પોસાતીઓ રાત્રિના ચોથા પહોરમાં ઉઠીને પોસહમાં સામાયિક કરે છે, અને તેનો પાઠ પ્રતિક્રમણ સૂત્ર ચૂર્ણિમાં છે, તેથી, તમારા આચાર્યોં પોસાતીને સામાયિક કેમ કરાવતા નથી ?”