________________
૧૮૩
ઉત્તર :— ઉપાસકદશાંગ અને યોગશાસ્ત્રમાં સમકિતમૂલબારવ્રતો જ કહેવાની
-
શરૂઆત કરી છે, તેથી તે વ્રતોના અતિચારો કહ્યા છે. ॥ ૩-૬૭૭॥
પ્રશ્ન: મળોલનવૃત્ત દિત્ત આ વાક્યમાં ગોરસ શબ્દે કરી શું શું લેવું?
-
ઉત્તર :— ગોરસ શબ્દે કરી દૂધ, દહીં અને છાશ એ ત્રણેય વાના પરંપરાએ લેવાય છે. યોગશાસ્ત્રટીકામાં ગોરસ શબ્દની વ્યાખ્યા કરી નથી. ॥ ૩-૬૭૮ ॥ પ્રશ્ન: સંધાન એટલે અથાણું, યોગશાસ્ત્રના અભિપ્રાયે “તેમાં જીવો પડી જાય ત્યારે તેનો ત્યાગ કરવો.” એમ બતાવ્યું. પ્રવચનસારોદ્ધારમાં તો, સંસક્ત વિશેષણ તેને લગાડેલ નથી. તો તેમાં શો અભિપ્રાય છે? કઈ રીતિએ ર્યું હોય તો સંધાન થાય અને કઈ રીતિએ ન થાય ?
ઉત્તર :— સંધાન અથાણું નહિ વાપરવાનું કારણ તો જીવો પડી ગયા હોય તે જ છે. પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં સંસક્ત પદ અર્થાપત્તિન્યાયે સમજી શકાય છે જ. અને પાણી વિગેરેથી થયેલ લીલાપણું હોય તો સંધાન થાય છે. એમ વૃદ્ધવ્યવહાર છે, તે જાણવો. ॥ ૩-૬૭૯॥
પ્રશ્નઃ પક્ષી પ્રતિક્રમણમાં શ્રાવકો તપાચાર વિગેરેના અતિચારો બોલે છે, તે સાધુઓ સાંભળે છે, તો કેવળ સાધુઓ પ્રતિક્રમણ કરે, તો તે અતિચારો બોલે? કે નહિ ? હમણાં તો કોઈ કહેતા નથી.
ઉત્તર :— કેવળ સાધુઓ પ્રતિક્રમણ કરતા હોય, ત્યારે તપાચાર વિગેરેનાં અતિચારોનું સ્થાન આવે, તે વખતે પોતે કહેવા, અને તેવી પ્રવૃત્તિ પણ જોવામાં આવી છે. ॥ ૩-૬૮૦૫
પ્રશ્ન શ્રાવકોને ચરવળો રાખવાનું તર્વાસને આ પદથી
જણાય છે. આ સિવાય કોઈ ચૂર્ણિ વિગેરેમાં સ્પષ્ટ કહેલ હોય તો તે અક્ષરો જણાવવા કૃપા કરવી.
ઉત્તર :—સાહૂળ સાસાઓ વાળ નિશિî વા માંતિ, અદ્દ કરે તો તે વાહિમ વાળ અસ્થિ. “સાધુઓ પાસે કરે તો રજોહરણ અથવા દંડાસણ માંગી લે. અને ઘરે સામાયિક કરે તો તેનું રજોહરણ હોય છે.” ઈત્યાદિક આવશ્યકચૂર્ણિ વિગેરેમાં રજોહરણના અક્ષરો છે. શ્રાવકોને રજોહરણ, ચરવલો જ હોય છે. ૩-૬૮૧॥
પ્રશ્ન: જીવાભિગમ વિગેરે સૂત્રોમાં આરતિ, મંગળદીવાનો પાઠ હોય તો, જણાવવા