________________
૧૯૫ વિગેરેનો સદ્ભાવ દર્શન અતિચાર કહેવાય” આ પ્રમાણે પ્રવચનસારોદ્ધારના છઠ્ઠાલારમાં સ્પષ્ટ હકીકત છે. ૩-૭૨૯ સિમ વાર વિ. આ કાઉસ્સગ્ગનિર્યુક્તિની જમી ગાથાનો અર્થ હારિભદ્રીયટીકામાં બતાવેલો છે. તેમાં એક એક પ્રતિકમણમાં ત્રણ ગમાં પ્રતિપાદન કરેલા છે. તો તે ગમા પાંચેય પ્રતિક્રમણોમાં જ્યાં
જ્યાં સમાપ્ત થતા હોય, તે સ્પષ્ટ જણાવવા કૃપા કરશો. ઉત્તર:–દેવસિય વિગેરે પાંચેય પ્રતિકમણોમાં શરૂઆત પછી જે પ્રથમ કરેમિ ભંતે
ઈત્યાદિકનું ઉચ્ચારણ થાય, તે પહેલા ગમાનો પ્રારંભ થયો. તે વાર પછી પ્રતિક્રમણ સૂત્રના કહેવા વખતે જે કરેમિ ભંતે! ઉચ્ચારવામાં આવે, તે બીજા ગમાનો પ્રારંભ થયો. તેના ઉચ્ચાર પહેલાં પહેલા ગમાની સમાપ્તિ થઈ. તેમજ ત્રીજી વખત જે કરેમિ ભંતે! કહેવામાં આવે, તે ત્રીજા ગમાનો પ્રારંભ થયો. તેની પહેલાં તો બીજા ગમાની સમાપ્તિ થઈ. હવે ત્રીજા ગમાની સમાપ્તિ પ્રતિક્રમણ પૂરું થાય, ત્યારે થાય છે. એમ આવશ્યક બૃહટીકા અનુસાર જણાય છે. [પખીમાં-૧ પફખીસૂત્ર પહેલાં. પછી-રજે પકખી વંદિત્ત કે પકબીભ્રમણ સૂત્ર બોલતાં પહેલાં અને ૩જે પછી બાર લોગસ્સનો કાઉસ્સગ્ન પહેલાં. કરેમિ ભંતેથી ત્રણેય ગમોની શરૂઆત થાય છે.] ૩-૭૩૦ : અશોચ્ચાકેલીઓ તીર્થમાં હોય? કે તીર્થના વિચ્છેદમાં હોય? જે તીર્થના વિચ્છેદમાં હોય, તો પાક્ષિક સૂત્રની ટીકામાં તીર્થ ન પ્રવર્તતું હોય, તે વખતે અંતગડ કેવળીઓ થઈને મહાનુભાવો મોક્ષ પામે છે, અને ભગવતીજીમાં નવમા શતકમાં અશોચ્ચાવલીને આશ્રયીને કહ્યું છે કે “તવિતાવીસ સMવિવાવિયાણ હા આ સૂત્રમાં એક પ્રશ્ન અને એક ઉદાહરણ છોડી તેમના સંબંધી શ્રાવક અથવા શ્રાવિકાને વધારે ધર્મોપદેશ આપતા નથી. આ અભિપ્રાયથી તીર્થમાં જ હોય, અને બીજું અશોચ્ચાકેવલી સિદ્ધના પંદરભેદોમાંથી કયા ભેદમાં સમાય છે? આ
સવિસ્તર હકીકત જણાવવા કૃપા કરશોજી. ઉત્તર:–અશોગ્રાવળીઓ ભગવતીટીકા અનુસાર તીર્થમાં જ હોય છે, અતીર્થમાં
હોતા નથી. પફબીસૂત્રની ટીકામાંતો અતીર્થસિદ્ધના અધિકારમાં કયા નથી. તેમજ તીર્થસિદ્ધ વિગેરે ભેદોમાં અયોધ્ધ કેવળી સંભવ પ્રમાણે સમાય છે.૩-૭૩૧