________________
૧૯૩
પ્રશ્ન સાત ક્ષેત્રમાં મૂકેલ સાધુ-સાધ્વી ક્ષેત્ર દ્રવ્યનો વ્યય શ્રાવકોએ સાધુ-સાધ્વી બાબતના ક્યા ઠેકાણે કરવો જોઈએ ?
ઉત્તર :— સાત ક્ષેત્રમાં મૂકેલ સાધુ-સાધ્વી ક્ષેત્રદ્રવ્યનો ખર્ચ સાધુ-સાધ્વીને આપદામાંથી બચાવવામાં, તથા ઔષધ કરાવવામાં, તથા માર્ગમાં સહાય કરવી વિગેરે બાબતોમાં શ્રાવકોએ કરવો જોઈએ. ॥૩-૭૨૧॥
પ્રશ્ન: જેમ “કાણાને કાણો કહેવો” એ કઠિન વચન છે, તેમ મિથ્યાવૃષ્ટિને તું “મિથ્યાદષ્ટિ છે ” એમ કઠિન ન કહેવું જોઈએ એમ કેટલાક કહે છે, તેનું શું?
ઉત્તર :— મિથ્યાદષ્ટિને મિથ્યાષ્ટિ કહેવો કે ન કહેવો તે વાત સમય આશ્રયી જાણવી. ૩-૭૨૨ ॥
પ્રશ્ન : દેવદ્રવ્યની વૃદ્ધિ માટે શ્રાવકોથી તે દ્રવ્ય વ્યાજે રખાય? કે નહિ? અને રાખનારાઓને તે દૂષણરૂપ થાય? કે ભૂષણરૂપ થાય?
ઉત્તર :— શ્રાવકોએ દેવદ્રવ્ય વ્યાજે રાખવું યોગ્ય નથી. કેમકે-નિ:શૂકપણું થઈ જાય, માટે વ્યાપાર વગેરેમાં વ્યાજે રાખી વાપરવું નહિ. “જો અલ્પપણ દેવદ્રવ્યનો ભોગ થઇ જાય તો સંકાશશ્રાવકની પેઠે ભવિષ્યકાલમાં અત્યંત દુષ્ટવિપાક આપે છે” એમ ગ્રંથમાં જોવામાં આવે છે. ૫૩-૭૨૩॥
પ્રશ્ન: ઉત્સૂત્રભાષીવડે ભણાવાતા અષ્ટોત્તરીસ્નાત્રમાં સગાવહાલાના કારણ સિવાય જવામાં સમકિતીઓને દૂષણ લાગે ? કે નહિ ?
ઉત્તર :— અષ્ટોત્તરીસ્નાત્ર વિગેરેમાં જવામાં સમકિતીને દૂષણ લાગવાનું જાણ્યું 21.113-928 11
પણ્ડિત શ્રી કનકવિજય ગણિકૃત પ્રશ્નોત્તર
પ્રશ્ન : મોટી વિધિએ ઉપધાન વહેનારાએ ચોવિહાર ઉપવાસ ર્યો હોય, તો સાંજે પચ્ચક્ખાણ વખતે ગુરુ સમક્ષ પચ્ચક્ખાણ કરવું જોઈએ? કે નહિ ?
ઉત્તર :~ પ્રભાતે ચોવિહાર ઉપવાસ * હોય, તેને, સાંજે સાંજની ઉપધાનની ક્રિયા વખતે ફરી પચ્ચક્ખાણ કરવું જોઈએ. ઉપધાન ન હોય, તો સાંજે તેનું સ્મરણ કરવું પડે છે. પણ ફરી પચ્ચક્ખાણ લેવું પડે, તે જાણવામાં નથી. ૩-૭૨૫॥
[સેન પ્રશ્ન:-૨૫...]